Gujarat

ઠાસરા તાલુકામાં નગરસેવા સદન ઠાસરા ખાતે બ્લોક હેલ્થ મેળો યોજાયો

મકસુદ કારીગર,કઠલાલ

“આઝાદીકા અમૃત મહોત્સવ“ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાજ્યોને સ્વસ્થ બનાવવાના આહવાનના ભાગરૂપે આરોગ્યતંત્ર દ્વારા યોજાયેલ રાજ્ય વ્યાપી આરોગ્ય મેળાઓ અંતર્ગત ઠાસરા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલના હસ્તે ઠાસરા તાલુકાના નગરસેવા સદન ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું
આ મેળા દરમ્યાન નાગરીકોને આરોગ્યને લગતી વિવિધ સારવારનો લાભ-જાણકારી અને વિનામૂલ્યે તપાસ તથા દવાઓ, આયુષ્માન ભારત કાર્ડ ડાયાબીટીસ, બીપી, મોતીયા બિન્દુની તપાસ, હોમીયોપેથી દવાઓ વિષે માહિતી જેવી વિવિધ દવાઓ નાગરીકોને ઉપલબ્ધ કરવામાં આવી. જેનો મહત્તમ લાભ લેવા નયનાબેન પટેલે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત, નગરપાલીકા પ્રમુખ હેમેન્દ્રભાઈ પટેલ, નગરપાલીકા ઉપપ્રમુખ ભાવીનભાઈ પટેલ, અધિકારી અલ્પેશભાઈ મકવાણા, CDPO, મેડીકલ ઓફીસરશ્રી, શિલ્પાબેન સુથાર, જિલ્લા મંત્રી પ્રવીણાબેન પટેલ, રેખાબેન ત્રિવેદી તથા તાલુકા હેલ્થ ઓફીસર ઠાસરા ઉપસ્થિત રહેલ હતા.

4-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *