Gujarat

રજોનિવૃત્તિ મહિલાઓ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન

રજોનિવૃત્તિનો અર્થ છે કે માસિક ધર્મ પ્રાકૃતિક રીતે સમાપ્ત થાય છે. ઉંમર વધવાની સાથે-સાથે હોર્મોન્સમાં પણ ઘટાડો થાય જે કારણોસર માસિકધર્મ બંધ થાય છે. રજોનિવૃત્તિની ઉંમર સામાન્ય રીતે ૪૦ થી ૫૫ વર્ષની આસપાસ હોય છે. આ ઉંમરની મહિલામાં ઘણા બધા લક્ષણો જોવા મળે છે, જેવાં કે માસિકની અનિયમિતતા, પરસેવો વળવો, ચીડિયાપણું, સ્વભાવ સતત બદલાતો રહેવો, યોનિમાર્ગની જગ્યા સુકી થવી વગેરે લક્ષણોની આયુર્વેદમાં દવા કરવામાં આવે છે. રજોનિવૃત્તિથી તકલીફોથી પીડાતી મહિલાઓ માટે નિઃશુલ્ક નિદાન  કેમ્પ પ્રસુતિ તંત્ર અને સ્ત્રીરોગ વિભાગ ઓ.પી.ડી નં. ૦૭આઇ.ટી.આર.એ. જામનગર દ્વારા દર બુધવારે સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ અને સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન યોજવામાં આવશે. આ કેમ્પમાં લેબોરેટરી પરીક્ષણ, સોનોગ્રાફી તથા દવા આપવામાં આવશે તેમ આર.એમ.ઓ. શ્રી આઇ.ટી.આર.એદ્વારા જણાવવામાં આવે છે. 

દિવ્યા ત્રિવેદી                       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *