Gujarat

રાજકોટના ન્યારી ડેમમાં ૧૫ એપ્રિલ પછી નર્મદાના નીર ઠલવાશે

રાજકોટ
ઉનાળા દરમિયાન પાણીની તંગી ન સર્જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આજી ડેમમાં ૭૦૦ એમસીએફટી અને ન્યારી ડેમમાં ૩૫૦ એમસીએફટી નર્મદાના નીર ઠાલવવાની માગણી કરવામાં આવી હતી. જેનો સ્વિકાર કરી લેવામાં આવ્યો છે. છેલ્લાં એક પખવાડિયાથી આજીડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. હવે આગામી ૧૫ એપ્રિલ બાદ ન્યારી ડેમમાં પણ સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ઠાલવવામાં આવશે. ન્યારીમાં ૩૫૦ એમસીએફટી નીર ઠાલવવામાં આવશે. બીજી બાજુ રાજકોટ જિલ્લામાં પાણીને લઈને તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પાણીની સમસ્યાઓને લઈને મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં સિંચાઈ તેમજ પીવાના પાણી માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ નગરપાલિકા વિસ્તારમાં પાણીની સમસ્યાઓ ન સર્જાય તે માટે ગોંડલ વેરી તળાવ ભરવામાં આવશે. હાલમાં તાત્કાલિક અસરથી ત્રણ ગામડાઓમાં ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવી છે અને આવતા દિવસોમા ડેમમાંથી કાપ કાઢવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર પાસે સૌની યોજના થકી નર્મદાના નીરની પણ માગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. શહેરીજનોને ફરવાલાયક નવું સ્થળ મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ હેઠળ રૂ.૧૩૬ કરોડના ખર્ચે અટલ સરોવર ડેવલોપમેન્ટની કામગીરી કરવામાં આવી રહી છે. જેની મેયર ડો.મેયર ડવે સ્થળ મુલાકાત લીધી હતી. સૌપ્રથમ ફેઝ ૧માં અટલ સરોવરને ઊંડું ઉતારવામાં આવ્યું છે. જેના કારણે અંદાજે ૪૦૦ મિલિયન લીટર વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકશે. અટલ સરોવરનું ક્ષેત્રફળ ૨,૯૩,૪૫૭ ચો.મી. છે. જેમાં વોટર બોડીનો કુલ વિસ્તાર ૯૨,૮૩૭ ચો.મી. છે. અટલ સરોવરમાં પાણી સતત ભરાયેલું રહે તે માટે ટર્શીયરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ થયેલું પાણી આ સરોવરમાં છોડવામાં આવશે.રાજકોટવાસીઓએ ચોમાસાની સીઝન સુધી પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા હાલ આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે. ન્યૂ રાજકોટની પાણીની જરૂરિયાત સંતોષતા ન્યારી ડેમમાં આગામી ૧૫ એપ્રિલ બાદ નર્મદાના નીર ઠાલવવામાં આવશે. હાલ ન્યારી-૧ ડેમના દરવાજાની રિપેરિંગની કામગીરી ચાલી રહી છે જે આગામી એક સપ્તાહમાં પૂર્ણ થઇ જશે.

Repair-work-on-the-gates-of-Nyridam-continues.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *