Gujarat

રાજકોટમાં ખુલ્લા મેદાનમાં દેશી દારૂનું વેચાણનો વિડીયો વાયરલ

રાજકોટ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારીની વાતો કરવામાં આવે છે. પરંતુ વારંવાર દેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ થતું હોવાના વીડિયો અવારનવાર સામે આવતા હોય છે. પણ બે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેમાં એક યુવાન જીજે-૦૩-એલએમ-૩૫૧૨ નંબરનું એક્ટિવા લઇ જામનગર રોડ નજીક એક ખુલ્લા મેદાનમાં ઉભો છે અને એક્ટિવાની ડેકીમાં દેશી દારૂની કોથળીઓ ભરેલી નજરે પડે છે. પોલીસના ડર વગર યુવાન બિન્દાસ રીતે ડેકી ખુલ્લી રાખી ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે. જ્યારે આ જ જગ્યાના બીજા એક વીડિયોમાં એક વ્યક્તિ દેશી દારૂ ખરીદી કર્યા બાદ ત્યાં જ ઉભા ઉભા દારૂની કોથળી તોડી પાણીની બોટલમાં ભરી રહ્યો છે. આથી તેમના પર કોઇ શંકા ન કરી શકે અને બિન્દાસ રીતે દેશી દારૂ પાણીની જેમ પી શકે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેક વખત દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણના વીડિયો સામે આવ્યા હતા. પરંતુ તેની સામે કડક કાર્યવાહીની માત્ર વાતો ગાંધીના ગુજરાતમાં થતી હોય તેવું લાગી રહ્યું છે.એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેમાં રાજકોટના જામનગર રોડ પર ખુલ્લા મેદાનમાં એક્ટિવાની ડેકીમાં દેશી દારૂ ભરી એક યુવાન વેચાણ કરી રહ્યો હોવાનું નજરે પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *