રાજકોટ
રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોટાપાયે વીજચોરી પકડવાનું અભિયાન પીજીવીસીએલ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. હવે પીજીવીસીએલ હાઇટેક દરોડા પાડી રહ્યું છે. ડ્રોન કેમેરા મારફત પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ૬ સ્થળેથી ૧૯ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. તાજેતરમાં જ માંડાડુંગર, દિન દયાળ વિસ્તાવર, આજીડેમ પાસે આવેલા મિનરલ વોટર પ્લા૯ન્ટ કે જે કાળુભાઈ ગોવિંદભાઈ ખીરાના નામનું વીજ જાેડાણ ૧૪ કિલોવોટનું છે, તેમાં પીજીવીસીએલની વિજીલન્સગ સ્ક્વો ડ દ્વારા ચેકિંગ કરતા મીટર સાથે અને મીટર સીલ સાથે ચેડા કર્યાનું જાણવા મળ્યું હતું. આ મીટરને સીલ કરીને ૨૧ માર્ચના રોજ મીટર ટેસ્ટિં ગ લેબોરેટરીમાં ગ્રાહકની હાજરીમાં તપાસ કરતા આ વીજ જાેડાણમાં વીજ ચોરી થયાનું જાણવા મળ્યું હતું. આ કારખાનામાં કુલ ૧૧.૧૫૬ કિલોવોટ લોડ જાેડાયેલો હતો અને નિયમાનુસાર પાવરચોરીનું રૂ. ૯.૨૫ લાખનું બીલ આપવમાં આવ્યું છે. રાજકોટ શહેર વર્તુળ કચેરી દ્વારા ૨૨ માર્ચના રોજ સોમનાથ પાર્ક, કોઠારિયા વિસ્તા્રમાં સૌ પ્રથમ વખત ડ્રોન દ્વારા એરિયા સર્વે કરાવી કુલ ૩ વીજ ગ્રાહકોને તથા ૨ બિન વીજ ગ્રાહકો એમ કુલ ૫ને સ્થ ળ ઉપર જ વીજચોરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. આથી અંદાજીત રૂ. ૧ લાખના પૂરવણી બીલો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત રણછોડનગર સબ ડિવીઝન હેઠળના ભગવતીપરા વિસ્તાપરમાં આવેલા નીતિનભાઈ ધીરજલાલ પટેલના સાડીના કારખાનામાં ૨૨ માર્ચના રોજ વીજ જાેડાણ ચેક કરતા એલ.ટી. પોલ ઉપરથી સીધો કેબલ જાેડી મીટર બાયપાસ કરી લોડ સાઈડમાં ડાયરેક્ટક વીજ વપરાશ કરતા રંગેહાથ ઝડપાયા હતા. આમ મીટર હોવા છતાં વીજ વપરાશ નોંધાઇ નહીં તેવી રીતે પાવર ચોરી કરતા હોવાનું જામવા મળ્યું હતું. આ સાડીના કારખાનામાં કુલ ૧૯.૧૮૫ કિલોવોટ લોડ જાેડેલો હતો. નિયમાનુસાર કાર્યવાહી કરી અંદાજીત રૂ.૯ લાખનું પાવરચોરીનું પુરવણી બીલ આપવામાં આવ્યું છે.


