Gujarat

રાજકોટમાં પોલીસે મોટેથી લાઉડ સ્પીકર વગાડવા મામલે ૬ની ધરપકડ કરી

રાજકોટ
સતત બીજા વર્ષે કોરોના મહામારી વચ્ચે ઉતરાયણ પર્વની ઉજવણી તો કરવામાં આવી રહી છે પરંતુ તેમાં દર વર્ષ જેવો માહોલ જાેવા નથી મળી રહ્યો. આ વર્ષે સરકાર દ્વારા મ્યુઝિક સિસ્ટમ સહિત અનેક વસ્તુઓ પર નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે રંગીલા રાજકોટમાં મકરસંક્રાંતિના દિવસે લોકો પોતાની છત પર પતંગ ઉડાવી નિરૂત્સાહ મજા માણી રહ્યા છે.રાજકોટ પોલીસે લાઉડ સ્પીકર વગાડવા અંગે ૬ લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ડ્રોન કેમેરાથી તપાસ હાથ ધરતા મોટા અવાજથી લાઉડ સ્પીકર વગાડી મકરસંક્રાતિ પર્વ મનાવતા ૬ લોકો નજરે પડતા તેમની ધરપકડ કરી હતી. પોલીસે જાહેરનામાના ભંગ બદલ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કારયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ગાંધીગ્રામ પોલીસે જય રાઠોડ, યુનિવર્સિટી પોલીસે સોહીલ સુરાણી અને ધર્મેશ બાટવીયા, માલવિયાનગર પોલીસે હિરેન પતરીયા જ્યારે આજીડેમ પોલીસે હરેશ વાસાણી અને અક્ષય અભંગીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ કરવા બદલ પકડાયેલ આરોપીઓ પૈકી યુનિવર્સિટી પોલીસે પકડી પાડેલો આરોપી ધર્મેશ બાટવીયા રાજકોટ શહેર ભાજપનો કાર્યકર્તા છે. ગરબા વગર રાજકોટની ઉતરાયણ અધૂરી છે ત્યારે શહેરમાં એક તરફ શહેરીજનો પરિવાર સાથે ધાબા પર ગરબા રમ્યા, બીજી તરફ યુવતીએ કહ્યુંઃ પતંગ દોરી સાથે ધાબા પર ગરબાને પણ મિસ કરી રહું છું. ત્યારે આજના દિવસે રાજકોટ વાસીઓ પતંગ દોરી સાથે ધાબા પર ગરબાને પણ મિસ કરી રહ્યા છે.કોરોનાની મહામારી વચ્ચે સતત બીજા વર્ષે ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્રીજી લહેરની શરૂઆત થતા કોરોના કેસોની સંખ્યામાં પણ વધારો થતો જાેવા મળી રહ્યો છે ત્યારે આજના દિવસે કોરોના મહામારી વચ્ચે ઉતરાયણના પર્વ પર માહોલમાં કયાંક ઉજવણી તો કયાંક ઉદાસીનતા જાેવા મળી હતી. ગણ્યાગાંઠા રાજકોટીયન્સ પરિવાર અને મિત્રો સાથે મકરસંક્રાતિ ઉજવી રહ્યા છે. પવન સારો હોવા છતાં આકાશ દર વખતની માફક પતંગો ઊડતી જાેવા નથી મળી રહી.આ સાથે રાજકોટ જિલ્લાના જેતપુર બેઠકના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ઉતરાયણ પર્વની પરિવાર સાથે કરી ઉજવણી હતી. આ ઉપરાંત પોલીસે મોટેથી લાઉડ સ્પીકર વગાડનારા લોકો સામે ડ્રોન મારફતે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ૬ની ધરપકડ કરી છે. રાજકોટ શહેરમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી દીયોરા તથા શહેર પોલીસના અધિકારીઓ-કર્મીઓ દ્વારા દરેક વિસ્તારમાં સઘન ચેકીંગ કર્યું હતું. લોકોએ પોલીસને સાથ આપી સ્વેચ્છાએ ડીજે બંધ રાખી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. પોલીસ કમિશ્નરે લોકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે. સાથે જ લગ્નમાં ૧૫૦ વ્યક્તિને જ મંજૂરી હોય નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *