Gujarat

રાજકોટમાં બંગડીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

રાજકોટ
રાજકોટ સવારના સમયે બંગડીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગ લાગકાના કારણે ગોડાઉનમાં રહેલો માલ બળીને ખાખ થઈ ગયાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ ચર્ચાઉ રહ્યું છે. આગ લાગવાના ઘટનાને પગલે ફાયર વિભાગના ૬ જેટલા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે ઘટના કોઈ મોટી જાનહની હજુ સુધી સામે આવી નથી. વિસ્તારમાં આગની ઘટના સામે આવતા થોડા સમય માટે હાહાકાર મચી જવા પામ્યો હતો. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના શોર્ટ સર્કિટને કારણે બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. અને તેમાં પણ પ્લાષ્ટીકની બંગડીનો છોલ વધુ માત્રામાં હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે.જાે કે હાલ આ અંગે પણ તપાસ ચાલી રહી છે. આગ લાગવાના કારણે ગોડાઉનમાં પડેલ લાખો રૂપિયાનો મુદ્દામાલ બળી ગયો છે. જ્યારે અત્યારે આ આગ કાબુમાં આવી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. આગ લાગવાને પગલે વિસ્તારમાં લોકોની ભીડ પણ જાેવા મળી હતી.રાજકોટમાં આરટીઓ કચેરી નજીક આવેલ એક બંગડીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. જાે કે આગ લાગવાના પગલે ફાયર ફાઇટરનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી કરી હતી. આગનાં કારણે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ લાખોનું નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Fire-in-Godown-Rajkot.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *