Gujarat

રાજકોટમાં ૭ વર્ષના બાળકને ભણવું ન પડે તેથી જૂનાગઢ ભાગ્યો

જૂનાગઢ
જૂનાગઢના મજેવડી દરવાજા નજીક સાતેક વર્ષનો બાળક શંકાસ્પદ હાલતમાં હરતો ફરતો હોય જેના પર ઇકો કાર ચલાવતા ઇકો ચાલક સમીરભાઈ કાદરી તથા સામાજિક આગેવાન ઝાકીરભાઈ કુરેશીનું ધ્યાન ગયુ હતુ. બાદમાં અગ્રણી આ બાળકને ડીવાયએસપી કચેરીએ લઈને પહોંચી ગયા હતા. જ્યાં પોલીસ સ્ટાફ દ્વારા બાળકને તેના ઘરનું સરનામું અને વાલીના નામ પુછતા તો તે રાજકોટ હોવાનું જ માત્ર જણાવતો હતો. જેથી જૂનાગઢ પોલીસે રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરતા માલવિયાનગર કે તાલુકા સહિતના પોલીસ સ્ટેશનોમાં કોઈ બાળક ગુમ થયા અંગે કોઈ જાણ ન હતી. જેથી પોલીસ માટે તેના માતાપિતાનો પતો મેળવવા મુંઝવણમાં મુકાઈ હતી ડીવાયસેસપી પ્રદીપસિંહ જાડેજાએ સોશિયલ મીડીયાના પ્લેટફોર્મ ઉપર બાળકનો ફોટો મુકવાની સાથે સામાજીક આગેવાનોની મદદ લીધી હતી. જેના થકી બાળક રાજકોટના કોઠારીયા સોલ્વટ પાસે આવેલા મરછો નગરમાં રહેતા મુળ ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લાના રહેવાસી અને મજૂરી કરતા ધર્મેન્દ્રભાઈ મેપાલાલ રાજપુતનો પુત્ર આર્યન ઉર્ફે લક્કી હોવાનું જાણવા મળ્યું હતુ. બાદમાં પોલીસે તેના માતા-પિતાનો સંપર્ક કરી તેમના પુત્ર અત્રે હોવાની જાણ કરી હતી. જેથી તેઓ બંન્ને જૂનાગઢ આવતા પોલીસ અધિકારીએ માતા-પિતાનું બાળક સાથે મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જાેકે, ત્યારબાદ બાળક અત્રે શું કામ આવ્યો તે અંગે પૂછતા તેને અભ્યાસ કરવો ન હોવાથી અને શાળાએ શિક્ષકની બીક હોવાથી પોતે ટ્રકમાં બેસી જૂનાગઢ આવી ગયાનુ જણાવ્યુ હતુ.રાજકોટ નજીકના કોઠારીયામાં રહેતો સાત વર્ષનો બાળક અભ્યાસ કરવો ન હોવાથી અને શિક્ષકની બીકથી ઘરેથી નીકળી ટ્રકમાં બેસી જૂનાગઢ પહોંચી ગયો હતો. અહીં બાળક શંકાસ્પદ હાલતમાં ફરતો જાેવા મળતા સામાજીક કાર્યકર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી તેના વાલીઓનો સંપર્ક કરી જૂનાગઢ બોલાવી મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *