રાજકોટ
કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ ગઇકાલે લોકસભામાં નિવેદન આપ્યું હતું કે, ૬૦ કિલોમીટરની રેન્જમાં માત્ર ૧ જ ટોલબુથ હોવું જાેઈએ. ત્યારે રાજકોટથી જેતપુર જતા ૩૫ કિલોમીટરની રેન્જમાં ૨ ટોલબુથ આવેલા છે. જેમાં રાજકોટથી ગોંડલ તરફ જતા ગોંડલ પેહલા ભરુડી પાસે એક ટોલબુથ છે, જ્યારે ગોંડલથી જેતપુર જતા વીરપુર પાસેના પીઠડીયા પાસે પણ ટોલબુથ આવેલું છે આ બંને ટોલ બુથ વચ્ચેનું અંતર માત્ર ૩૫ કિલોમીટર છે. જ્યારે નિયમ અનુસાર અને પરિપત્ર મુજબ જાેવા જઈએ તો ૬૦ કિમીના અંતરે ૧ જ ટોલબુથ હોવું જાેઈએ. આથી રાહદારીઓમાં પણ રોષ જાેવા મળી રહ્યો છે અને એક ટોલબુથ બંધ કરવાની માંગ ઉઠી છે. હું રાજકોટથી જેતપુર જાવ છું તો વચ્ચે બે ટોલનાકા આવે છે, એ પણ ૩૫થી ૩૬ કિલોમીટરની અંદર. ગઇકાલે સરકારે નિયમ બહાર પાડ્યો હતો કે, ૬૦ કિલોમીટરમાં એક જ ટોલનાકુ હોવું જાેઈએ. પરંતુ અહીં સરકાર, સંસદસભ્ય અને ધારાસભ્યને અપીલ છે કે, એક જ ટોલનાકુ રાખવામાં આવે. ભરૂડી પીઠડિયા ટોલનાકા વચ્ચે ૩૫ કિલોમીટર હોવા છતાં ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. આથી પેટ્રોલ ટેક્સની સાથે ટોલટેક્સમાં જ ૨૫૦થી ૩૦૦ રૂપિયા આપવા પડે છે. આથી સમય અને પૈસા બંને બગડે છે. આ બે ટોલ બુથના કારણે લોકોના ખિસ્સા પર પણ ભારણ વધી રહ્યું છે અને લોકોના સમયનો પણ વેડફાટ થઈ રહ્યો છે ત્યારે બને ટોલ ટેક્સ દ્વારા વર્ષે કરોડોની કમાણી કરવામાં આવી રહી છે અને નિયમના ઉલાળિયા કરી લોકો પાસેથી ખોટી રીતે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. અહીંના સ્થાનિક સાંસદ દ્વારા કેન્દ્રિય મંત્રીને રજૂઆત કરી એક ટોલટેક્સ નાબૂદ કરવામાં આવે તો લોકોના ખિસ્સાનું ભારણ પણ ઓછું થશે અને લોકોના સમયનો વેડફાટ પણ બચી શકશે. જ્યારે વીરપુર પાસેના પીઠડીયા પાસે આવેલું ટોલ બુથ છે તેની સામે સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા પણ આ બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. અને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે જાે બંનેમાંથી ૧ ટોલ બુથ હટાવી દેવામાં આવે તો રાહદારીઓને તેમજ વાહનચાલકોને ઘણો ફાયદો થઈ શકે તેમ છે. ત્યારે જાેવાનું એ રહેશે કે ખરેખર કેન્દ્રિય મંત્રીના આ નિવેદનનું કેટલું પાલન કરવામાં આવે છે.
