Gujarat

રાજપીપળા સફેદ ટાવરે VHP દ્વારા હિન્દુ યુવાનની હત્યા મામલે વિરોધ પ્રદર્શન,પૂતળા દહન કરાયું

રાજપીપળા સફેદ ટાવર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉદયપુરમાં થયેલી હિન્દુ યુવાનની હત્યા મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
રાજસ્થાનના ઉદયપુરમાં ધોળે દહાડે હિન્દુ યુવાન કનૈયાલાલની દુકાનમાં ઘુસી તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી,હત્યા બાદ ઇસ્લામિક જેહાદી હત્યારાઓ દ્વારા ધમકી ભર્યા વિડિઓ પ્રસાર કરેલ હોય જે દેશ માટે ચૂનોતી સમાન છે જેને ભારતના તમામ હિંદુઓ, વિશ્વ હિન્દુ પરીષદ, બજરંગ દળ ક્યારેય પણ સહન નહી કરે.
આ જઘન્ય ઘટના અને ઇસ્લામિક જેહાદ, આતંકવાદ ના વિરોધ માટે દેશભરમાં જીલ્લા લેવલે વિશ્વ હિન્દુ પરીષદ, બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ ના અનુસંધાને સફેદ ટાવર રાજપીપલા ખાતે ગુરૂવારે આ વિરોધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સૂત્રોચ્ચાર સાથે આતંકવાદી નાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું

20220630_112021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *