સુરત
માત્ર કેન્દ્ર પર જઇને પોર્ટલથી એપોઇમેન્ટ લઇ રસીકરણ કરાવી શકશે. પાલિકાના ૩૯ રસીકરણ કેન્દ્રો (૩૦ કોવીશીલ્ડ, ૯ કોવેક્સિન) પર આ કામગીરી કરાશે. આ ઉપરાંત પ્રથમ અનેબીજા ડોઝનું રસીકરણ રાબેતા મુજબ ચાલુ રહેશે. આ સાથે જ તબીબોએ જણાવ્યું હતું કે, શરદી-ખાંસી, તાવ કે કોઈ ગંભીર બીમારી હોય તેવા વૃદ્ધોએ ડોક્ટરની સલાહ મુજબ રસી લેવી. પ્રિકોશન ડોઝથી ફાયદો થશે. આ ઉપરાંત કોઈપણ જાતની અફવાઓ પર ધ્યાન આપવું નહી.વેક્સિનના બંને ડોઝ લઈ લીધાને ૩૯ અઠવાડિયા થઈ ગયા હોય તેવા તમામ વડીલોએ ત્રીજાે બુસ્ટર ડોઝ લેવો જાેઈએ. જાે કે, નાની મોટી કોઈ પણ બીમારી હોય તો તેવા વડીલોએ હાલમાં વેક્સિન લેવી ન જાેઈએ. જે કોઈપણ વ્યક્તિ ખાસ કરીને વડીલ સંપૂર્ણ રીતે સશક્ત છે તેમણે ત્રીજાે ડોઝ ચોક્કસ લઈ લેવો જાેઈએ. સુરતઃ કોવેક્સિન રસીનો સ્ટોક ખૂટી પડતાં છેલ્લા ૩ દિવસથી ૧૫થી ૧૮ વયજૂથના વિદ્યાર્થીઓના રસીકરણની કામગીરી બંધ રહી હતી. પાલિકા પાસે હવે કોવેક્સિનના ૧૮ હજાર ડોઝ છે. જેથી સોમવારથી શહેરની ૬૦ સ્કૂલોમાં રસીકરણની કામગીરી ફરી શરૂ કરાશે. અત્યાર સુધીમાં ૧૫થી ૧૮ વયજૂથમાં ૧.૧૨ લાખ કિશોરોને રસી મુકવામાં આવી છે. શહેરમાં રસી લેવા પાત્ર કુલ ૧.૯૨ લાખ કિશોરો છે.દરેક વડીલોએ વેક્સિન લેવી જાેઈએ. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હાર્ટની તકલીફ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કે પછી નાની મોટી બીમારી હોય તો પણ ત્રીજાે ડોઝ લઈ લેવો જાેઈએ. પહેલા-બીજા ડોઝમાં એલર્જી થઈ હોય તો જ ડોક્ટરની સલાહ લઈને ત્રીજાે ડોઝ લેવો. સામાન્ય સંજાેગોમાં ત્રીજાે ડોઝ વડીલોએ ફરજિયાત લેવો જાેઈએ. બે ડોઝ લીધા હોય તો પણ ૬ મહિના પછી એન્ટી બોડી ઘટવા માંડે છે. ત્રીજી વેવ શરૂ થઈ હોવાથી ત્રીજાે ડોઝ લઈ લેવો જાેઈએ. જેમને શરદી, કફ, તાવ અને ઉધરસ હોય તેમણે હાલ વેક્સિન લેવી ન જાેઈએ. સિમ્ટમ ન હોય અને હેલ્ધી હોય તો તરત જ ત્રીજાે ડોઝ લેવો જાેઈએ. બુસ્ટર ડોઝથી ફાયદો થશે જ. અફવા પર ધ્યાન આપવું નહીં. સોમવારથી શહેરના ૩૯ સેન્ટરો પરથી પ્રીકોશન ડોઝની શરૂઆત થશે. બીજાે ડોઝ લીધાને ૩૯ અઠવાડિયા પૂર્ણ થયા હોય તેવા ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો (કોમોબીડીટી), તમામ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને આ ડોઝ અપાશે. જાે કે, તેમણે પ્રથમ અને બીજા ડોઝ લીધા હોવા જરૂરી છે. લોકોએ કોવિન પોર્ટલ પર નવું રજીસ્ટ્રેશન કરવું નહિં પડે.


