Gujarat

રાણપુર APMC ખાતે ચેરમેનની ચૂંટણી યોજાઈ, કિશોરભાઈ ધાંધલ ચેરમેન તરીકે બિનહરીફ વિજેતા જાહેર થયા..

 

APMC નો વિકાસ અને ખેડુતો નો વિકાસ એ અમારી પ્રાથમિકતા:ચેરમેન

બોટાદ જીલ્લાના રાણપુરમાં ખેતીવાડી ઉત્પન બજાર સમિતી(APMC)ના ચેરમેન તરીકે કીશોરભાઈ ધાધલ ને અઢી વર્ષ પુર્ણ થતા રાણપુર ખેતીવાડી ઉત્પન બજાર સમિતી ખાતે ચેરમેનની ચુંટણી યોજાઈ હતી.બોટાદ જીલ્લા રજીસ્ટ્રાર ની ચુંટણીના નિરીક્ષક તરીકે એમ.એલ.અગ્રવાલ નિમણૂક કરાઈ હતી તેઓની હાજરીમાં ચેરમેનની ચુંટણી યોજાઈ હતી.જેમાં કીશોરભાઈ ધાધલ ને ફરીવાર ચેરમેન તરીકે બિનહરીફ ચુંટાયા હતા.ભાજપ-કોંગ્રેસ પ્રેરીત તમામ ડીરેક્ટરોએ કીશોરભાઈ ધાધલ ને ચેરમેન તરીકે સમર્થન કર્યુ હતુ.ત્યારે ભાજપે ફરી એકવાર રાણપુર ખેતીવાડી ઉત્પન બજાર સમિતી માં સત્તા પોતાની પાસે રાખી ચેરમેન પદે કીશોરભાઈ ધાધલ ને બિનહરીફ જાહેર કરાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે કીશોરભાઈ ધાધલ એ અઢી વર્ષ દરમ્યાન તમામ ડીરેક્ટરો ને સાથે રાખી રાણપુર ખેતીવાડી ઉત્પન બજાર સમિતી નો ખુબજ ઝડપથી વિકાસ કરેલ છે અને ગત કપાસની સિઝનમાં દરમ્યાન રાણપુર ખેતીવાડી ઉત્પન બજાર સમિતી ખાતે કરોડો રૂપિયાના કપાસ ની આવક થઈ હતી અને ખેડુતો ને કપાસના ભાવ પણ પુરતા પ્રમાણ માં મળતા ખેડુતો પણ કીશોરભાઈ ધાધલ ફરીવાર ચેરમેન બને તેવુ ઈચ્છતા હતા.ત્યારે કુશળ વહીવટ ને કારણે કીશોરભાઈ ધાધલ ફરીવાર ચેરમેન બનતા તેઓએ તમામ ડીરેક્ટરો નો આભાર માન્યો હતો.તેમજ કીશોરભાઈ ધાધલ ને ચેરમેન બનવા બદલ ભાજપ-કોંગ્રેસ ના આગેવાનો તથા ઉદ્યોગપતિઓ તથા સામાજીક આગેવાનો તથા APMC ના કર્મચારીઓ તેમજ વેપારીઓએ અભિનંદન પાઠવ્યા હતા…

________બોક્સ બનાવવુ👇👇________

આગામી દીવસોમાં APMC ના ચેરમેન તરીકે ખેડુતોના વિકાસ માટે કામ કરીશ : કીશોરભાઈ ધાધલ

રાણપુર APMC ના ચેરમેન તરીકે બિનહરીફ ચુંટાઈ આવેલ કીશોરભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે આગામી દીવસો માં રાણપુર APMC માં કરોડો રૂપિયા ના ખર્ચે વિકાસ ના કામો કરવામાં આવશે તેમજ ખેડુતો ને પોતાના પાક ના ભાવ પુરતા પ્રમાણ માં મળે અને ખેડુતો નો ખુબજ વિકાસ થાય તેવી કામગીરી કરવામાં આવશે….

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20220619-161926.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *