સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થીઓ દ્વારા પ્રવચન, તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ, પ.પૂ.શ્રીજીસ્વરૂપ દાસજી સ્વામીના આશિર્વાદ સહીત કાર્યક્રમ યોજાયા
બોટાદ જીલ્લાના રાણપુર પાસે લિંબડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુલ કરમડ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિતે વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા. જેમ કે વૈદિક મંત્રોચ્ચાર સાથે ઠાકોરજી નું તથા ગુરુપૂજન કરવામાં આવ્યું જેમાં ચિરાગભાઈ માકડીયા, પ્રવીણભાઈ પટેલ તેમજ દિનેશભાઇ રામાણી એ પૂજનનો લાભ લીધો હતો. સાથે સાથે વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થીઓ દ્વારા પ્રવચન, તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ, પ.પૂ.શ્રીજીસ્વરૂપ દાસજી સ્વામીના આશીર્વાદ વગેરે કાર્યક્રમો યોજાયા હતા.તેમજ આ ઉત્સવમાં રાણપુર તથા ચુડા તાલુકાના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા હતા. અને રાણપુરથી રીયલ સ્પીનટેક્સ કંપનીના માલિક કૌશરભાઈ કલ્યાણી અને જાણીતા યુવા ઉદ્યોગપતિ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.સૌ ભક્તજનોએ અંતમાં ગુરુપૂજન કર્યું હતું અને ત્યારબાદ મહાપ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


