નવનિયુક્ત PSI એસ.જી.સરવૈયા એ ચાર્જ સંભાળતાની સાથેજ કહ્યુ કોઈપણ ની શેહ શરમ રાખ્યા વગર અસામાજીક પ્રવૃતી અને ટ્રાફીક ઉપર કડક હાથે કામગીરી કરવામાં આવશે…
બોટાદ જીલ્લા પોલીસ વડા કીશોર બળોલીયા દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનના PSI પી.એસ.અસોડાની બદલી કરી તેમની જગ્યા એ યુવાન અને કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા PSI એસ.જી.સરવૈયા ને મુકવામાં આવ્યા.એસ.જી.સરવૈયા ની થોડા દિવસ પહેલા જ ભાવનગર ખાતેથી બોટાદ જીલ્લામાં બદલી થઈ છે ત્યારે જીલ્લા પોલીસ વડા દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ કડક અધિકારી તરીકે જાણીતા એસ.જી.સરવૈયા ને મુકવામાં આવતા નવનિયુકત PSI એસ.જી.સરવૈયા એ જણાવ્યુ હતુ કે રાણપુરમાં કોઈની શહેશરમ રાખ્યા વગર કડક હાથે કામગીરી કરવામાં આવશે.તેમજ આગામી દિવસો માં આવી રહેલા તહેવારોને ધ્યાને લઈને રાણપુર માં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ નું સતત પેટ્રોલિંગ રહેશે.રાણપુરના જાહેર માર્ગો ઉપર આડેધડ વાહન પાર્કિંગ તેમજ ટ્રાફીકની સમસ્યા દુર કરવામાં આવશે,દારૂ,જુગાર તેમજ અસામાજીક પ્રવૃતી ઉપર સંપુર્ણ અંકુશ લગાવી કડક હાથે કામગીરી કરવામાં આવશે.તેમજ રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકામાં લોકોને પોલીસ ની મદદની જરૂર જણાય તો વિના સંકોચે રાણપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


