Gujarat

રાણપુર શહેરમાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા નો વિદાય સમારોહ યોજાયો

રીયલ સ્પીનટેક્સ ખાતે યોજાયેલ વિદાય સમારોહમાં શહેર તથા તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા..
બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ની સુરત ખાતે બદલી થતા રાણપુરમાં મિલેટ્રી રોડ ઉપર આવેલ રીયલ સ્પીનટેક્સ કંપની ખાતે વિદાય સમારોહ યોજાયો હતો.બોટાદ જિલ્લામાં બોટાદ જિલ્લા પોલીસ વડા તરીકે સાડા ત્રણ વર્ષ સુધી ફરજ બજાવતાં હર્ષદ મહેતા ની સુરત ખાતે બદલી થતા જે બદલીને લઈને રાણપુર શહેરમાં રીયલ સ્પીનટેક્સ કંપની ખાતે વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં રીયલ સ્પીનટેક્સ કંપનીના માલિક કૌશરભાઇ કલ્યાણી તથા સીરાજભાઈ દ્વારા વિદાય સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને શ્રીફળ તથા સાકરનો પાડો આપી વિદાય આપવામાં આવી હતી. આ સમયે રીયલ સ્પીનટેક્સ કંપનીના માલિક કૌશરભાઈ કલ્યાણી તથા સીરાજભાઈ એ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું તેમજ બોટાદ જીલ્લા એસ.ઓ.જી-પી.આઈ.એચ.આર.ગોસ્વામીની ગીર સોમનાથ જીલ્લામાં બદલી થતા તમને પણ શ્રીફળ અને સાકર નો પડો આપી વિદાય આપવામાં આવી હતી.આ વિદાય સમારોહ માં ટેક્સપીન બેરીંગ કંપનીના માલીક વિશાલભાઈ મકવાણા,રાસ બેરીંગ કંપનીના માલીક હરેશભાઈ મકવાણા,જીલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા,રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી,શ્રીજીવિદ્યાધામના પૂ.શ્રીજીસ્વરૂપ સ્વામી તથા ઈશ્વરચરણ સ્વામી,રાણપુરના સરપંચ ગોસુભા પરમાર,સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાના ચેરમેન ગોવિંદસિંહ ડાભી,માર્કેટીંગ યાર્ડના ચેરમેન કીશોરભાઈ ધાધલ,પુર્વ સરપંચ અબ્બાસભાઈ ખલાણી,જાણીતા બિલ્ડર ઈરફાનભાઈ ખલાણી,વેપાણી અગ્રણી અમજીભા પરમાર,કોંગ્રેસ આગેવાન મકસુદભાઈ શાહ,હરીરામબાપુ દેશાણી,કીનારા સરપંચ મેરૂભા પરમાર,શહેર મહામંત્રી સંજયભાઈ ગદાણી,હરીભાઈ સભાડ,તાલુકા ગ્રામ્ય ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ,આલ્ફા કંપનીના લલિતભાઈ સોલંકી,બાપાલાલ પરમાર સહીત રાણપુર તાલુકાના અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ને સાલ ઓઢાડી આગળના દિવસોમાં ખુબજ પ્રગતિ કરો તેવી શુભકામના સાથે વિદાય આપવામાં આવી હતી.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220404-WA0077.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *