કૌશરભાઈ કલ્યાણી તથા સીરાજભાઈ એ સાધુ-સંતોને કંપનીએ બોલાવી હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં હનુમાન ચાલીસાના પાઠ કરી ઉજવણી કરી..
હનુમાન જયંતીની સમગ્ર દેશ માં ભક્તિભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં હનુમાન જયંતી ની ઉજવણી માં કોમી એકતાના જબરજસ્ત દર્શન થયા ગુજરાતમાં કદાચ પહેલો એવો કીસ્સો હશે કે મુસ્લિમ ઉદ્યોગપતિએ પોતાની કંપની ખાતે હનુમાન જયંતી ની ઉજવણી કરી સમગ્ર દેશ માટે કોમી એકતા નો જબરો સંદેશ આપ્યો છે.રાણપુર શહેરમાં મિલેટ્રી રોડ ઉપર આવેલ પ્રખ્યાત રીયલ સ્પીનટેક્સ કંપની ખાતે કંપનીના માલીક કૌશરભાઈ કલ્યાણી તથા સીરાજભાઈ ગાંગાણી એ પોતાની કંપની ખાતે હનુમાન જયંતી ની ભવ્ય ઉજવણી કરી હતી.આમતો હનુમાન જયંતી હિન્દુ લોકો ઉજવણી કરતા હોય છે પણ રાણપુર શહેરમાં મુસ્લિમ યુવા ઉદ્યોગપતિ કૌશરભાઈ કલ્યાણી એ પોતાની કંપની ખાતે હનુમાન જયંતી ની ભવ્ય ઉજવણી કરી કોમી એકતાના જબર જસ્ત દર્શન કરાવ્યા હતા.કૌશરભાઈ કલ્યાણીએ પોતાની કંપની ખાતે હનુમાન જયંતી ની ઉજવણી માં રાણપુર શહેરના તમામ કરમડ ગુરૂકુલના શ્રીજીસ્વરૂપ સ્વામી,ઈશ્વરચરણ સ્વામી,ગીરનારી આશ્રમના મહંત ગીરનારી બાપુ ,બાલાજી મંદીરના યોગેશબાપુ મહંત,કપિલેશ્વર મહાદેવના મહંત હસુગીરીબાપુ ,કથાકાર ભરતદાસબાપુ,રામજી મંદીરના મહંત સહીત રાણપુરના તમામ સાધુ-સંતો તેમજ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ,બોટાદ જીલ્લા વી.એચ.પી.ના પ્રમુખ સતુભાઈ ધાધલ,તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી,સરપંચ ગોસુભા પરમાર,મેરૂભા પરમાર,માર્કેટીંગ યાર્ડના ચેરમેન કીશોરભાઈ ધાધલ,સિધ્ધરાજભાઈ રબારી,ઈરફાનભાઈ ખલાણી,નરેન્દ્રભાઈ દવે,પ્રતાપસિંહ ડોડીયા,મનહરભાઈ માતરીયા,અમજીભા પરમાર,બાપાલાલ પરમાર,રેમતુભા પરમાર,કેશુભા પરમાર,ઈકબાલભાઈ કોઠારીયા,મુનાભાઈ ખલાણી,ડો.અલ્તાફભાઈ મોદન,ઈકબાલભાઈ પાયક(લક્કડભાઈ),બાપલભાઈ પાયક,સુરેન્દ્રસિંહ પરમાર,હીરાભાઈ ખાણીયા,હરીરામબાપુ દેશાણી,પ્રવિણભાઈ બાવળીયા,મનહરભાઈ પંચાળા,મયુરસિંહ ભાટી સહીત રાણપુર તાલુકાના હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.કૌશરભાઈ કલ્યાણી દ્વારા પોતાની કંપનીમાં હનુમાન જયંતીની ઉજવણીમાં હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવ્યા હતા તેમજ કંપની કામ કરતી 500 જેટલી બહેનોએ ગરબા ગાયા હતા તેમજ તમામ સંતો-મહંતો નું ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી કૌશરભાઈ કલ્યાણી તથા સીરાજભાઈ ગાંગાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.રીયલ સ્પીનટેક્સ કંપની ખાતે હનુમાન જયંતી ની ઉજવણી કરી હિન્દુ-મુસ્લિમ કોમી એકતા નો સંદેશ આપ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે રીયલ સ્પીન ટેક્સ કંપની ખાતે હિન્દુ ધર્મના દરેક તહેવારની આસ્થાસભર ઉજવણી કરવામાં આવે છે.આ હનુમાન જયંતી ઉજવણી પ્રસંગે રીયલ સ્પીન ટેક્સ કંપનીનીના પરીસર માં કર્મચારીઓ તેમજ હાજર તમામ લોકોએ કાર્યક્રમ ને અંતે મહાપ્રસાદ લઈ છુટા પડ્યા હતા….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


