રક્ત દાન એ મહાદાન છે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ વિખ્યાત RMP બેરીંગ કંપની ખાતે કંપનીના સ્થાપક સ્વ.શ્રી ચુનીલાલ મુળજીભાઈ મકવાણા(બાબુકાકા) ની જન્મજયંતિ નિમિત્તે RMP બેરીંગ કંપની ખાતે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો.જેમાં 101 બોટલ રક્તની એકત્રત થઈ હતી.આ પ્રસંગે RMP બેરીંગ કંપનીના ચેરમેન રાજેન્દ્રકુમાર મકવાણા તથા મોહનભાઇ મકાણી,રણજીતસિંહ ચુડાસમા,યશ મકાણી,મનસુખ મેર,HR ટીમ, સ્ટાફ,કારીગરી મિત્રો હાજર રહ્યા હતા અને ઉત્સાહ સાથે રક્તદાન કર્યુ હતુ….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

