બોટાદ જીલ્લાના રાણપુરમાં ભાદર નદીને કાંઠે આવેલ પૌરાણિક કપિલેશ્વર મહાદેવના મંદીરના મહંત પુજ્ય ગોસ્વામી હંસરાજગીરી મંગળગીરી કૈલાશવાસ થતા આવતીકાલે તારીખ-૨૭-૯-૨૦૨૨ ને મંગળવાર ના રોજ પુજ્ય કૈલાશવાસ ગોસ્વામી હંસરાજગીરી મંગળગીરી(હસુ મહારાજ)ની શંખઢોળ શક્તિ પૂજન ભંડારો યોજાશે જેમાં બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદ તેમજ રાત્રે ૯:૩૦ કલાકે ભાવાંજલિ ભજન સંધ્યા(સંતવાણી)કાર્યક્રમ યોજાશે જેમાં સુપ્રસિધ્ધ ભજન આરાધક વિજયભાઈ ગઢવી,સ્ટેજ સંચાલક અખ્તરભાઈ મીર,તલાવાદક શબ્બીરભાઈ ઉસ્તાદ,વિપુલભાઈ સોની,બેન્જો માસ્ટર રાજુભાઈ મકવાણા,મંજીરાના માણીગર લાલાભાઈ,ઘનશ્યામભાઈ,રાજુભાઈ સહિતના નામી અનામી કલાકારો ભજન રૂપી ભાવાંજલિ અર્પણ કરશે….
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર


