Gujarat

સાવલી કરચિયા રોડ પર આવેલા ખેતરમાં આગ

વડોદરાના સાવલી કરચિયા રોડ પર આવેલા રાજ ઇન્ડસ્ટ્રીયલ પાસેના ખુલ્લા ખેતરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગ અચાનક ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ દૂરથી દેખાતા લોકોમાં ભય ફેલાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી આગ જોવા માટે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિને કાબુમાં લેવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.