બોટાદ જીલ્લાના રાણપુરમાં પાળીયાદ ત્રણ રસ્તે આવેલ મોડેલ સ્કુલ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું.જેમાં શાળાના બાળકોએ લોકગીતો, ભજનો અને વક્તવ્યો રજુ કરીને માતૃભાષાનાં ગૌરવને ઉજાગર કરવા માટે અસરકારક રજૂઆત કરી હતી. શાળાનાં શિક્ષક કે.એન.રાઠોડે અને એન.બી.મારવાડીએ પોતાના સુમધુર કંઠે માતૃભાષાનું ગૌરવગાન ગાયું હતુ.તેમજ ડૉ. ડી.ડી.પરમારે વિશ્વ માતૃભાષાનાં ઈતિહાસ વિષે રસપ્રદ માહિતી આપી હતી.આ ઉપરાત એમ.જી.અણીયાળીયા એ માતૃભાષાના સંવર્ધન અંગે બાળકોને જાગૃત કર્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફ મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


