Gujarat

રાણપુરમાં સ્વામિનારાયણ મંદીર ખાતે ૧૧ ફેબ્રુઆરીએ રક્તદાન કેમ્પ યોજાશે..

રક્તદાન કેમ્પ માં એકત્ર થનાર તમામ લોહી થેલેશેમીયાથી પીડીત બાળકો માટે ઉપયોગ કરવામાં આવશે..
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદી કાંઠે આવેલ સ્વામિનારાયણ મંદીર ખાતે આગામી ૧૧ ફેબ્રુઆરી શુક્રવારે સવારે ૯ થી ૪ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે.શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ પરિવાર આયોજિત રક્તદાન કેમ્પ અ.નિ. રીયાબેન વિશાલકુમાર માંડલિયા સોની (પિન્કીબેન સુરત)તથા અ.નિ. દુર્ગાબેન સુરેશકુમાર સોની (ધંધુકા વાળા) અમદાવાદ ની પુણ્યસ્મૃતિ નિમિત્તે રાણપુરમાં રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ છે.રક્તદાન કેમ્પ નું આયોજન અ.નિ. દિનેશચંદ્ર નારણદાસ પાટડીયા સોની પરિવાર-રાણપુર દ્વારા કરવામાં આવ્યુ છે.સ્વામિનારાયણ મંદીર ખાતે યોજાનાર રક્તદાન કેમ્પ માં એકત્ર થનાર તમામ લોહી થેલેશેમીયાથી પીડીત બાળકો માટે ઉપયોગ કરવામાં આવનાર છે.આ રક્તદાન કેમ્પ માં રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકાના લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરવા અપીલ કરવામાં આવે છે…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220208-WA0112.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *