સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં તારીખ ૬-૨-૨૦૨૨ નાં રોજ ખાદીકાર્યાલય વિસ્તારમાં થયેલ એસિડ એટેક સંદર્ભે બે વ્યક્તિઓ પ્રવિણભાઈ રાણાભાઈ વિંઝુડા અને તેના પુત્ર અનિલભાઈ પ્રવિણભાઈ વિંઝુડાને ખોટીરીતે સંડોવી દેવામાં આવેલ છે એમ સમસ્ત વણકર મેઘવાળ સમાજનું માનવું છે અને એ બાબતે સાવરકુંડલા તાલુકા મામલતદારને તારીખ ૯-૨-૨૦૨૨ ના રોજ સમસ્ત વણકર મેઘવાળ સમાજ વતી આ બનાવની ઊંડાણથી સરકાર દ્વારા તેમજ ગૃહવિભાગ દ્વારા જીણવટભરી તપાસ કરીને સાચા ગુનેગારોને પકડવાની માંગ કરતું આવેદન પત્ર પાઠવવા આવેલ.. આ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરી સાચા આરોપીને પકડવામાં આવે . એમ આ સમાજનું માનવું છે તથ્ય અને સત્ય શોધન થાય અને સાચા ગુનેગારોને પકડવામાં આવે એવી આ સમાજ દ્વારા આવેદન પત્રમાં માંગ કરવામાં આવી હતી. વધુ ઊંડાણથી તપાસ થાય તેવું આ સમાજ ઈચ્છે છે.
