મહેસાણા
મહેસાણા શહેરમાં આવેલા રાધનપુર રોડ પરની પ્રકાશ સોસાયટીની આગળ પાંચ વર્ષ અગાઉ પાલિકાની મંજૂરી વિના બનાવવામાં આવેલા કોમ્પ્લેક્ષમા આજે પાલિકાએ સિલ માર્યું છે. મહેસાણા પાલિકાની ટીમો આ કોમ્પ્લેક્ષ ખાતે પહોંચી હતી અને કોમ્પ્લેક્ષમાં આવેલી સેલ્સ ઇન્ડિયા, કલોથ રેક, વરદાન વુમન્સ હોસ્પિટલ, નીલકંઠ હાઈટેક ડેન્ટલ હોસ્પિટલને પણ સિલ મારી દેવામાં આવ્યા હતા. પ્રકાશ સોસાયટીની આગળ દેસાઈ ભટીબેન એમ. નામના વ્યક્તિ કોમ્પ્લેક્ષની માલિકી ધરાવે છે. એમના દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. તેમજ પાલિકા દ્વારા અવાર નવાર આ મામલે નોટિસો આપવામાં આવી હતી છતાં કોઇ ગણકારી નહોતી. ત્યારે પાલિકાએ પાંચ વર્ષ બાદ ટાઉન પ્લાનિંગ એક્ટ ૧૯૭૬ મુજબ ગેરકાયદેસર કોમ્પ્લેક્ષનો ઉપયોગ કરવા બદલ આ બીલડીગને સિલ માર્યું હતું.મહેસાણા શહેરમાં રાધનપુર રોડ પર પ્રકાશ સોસાયટી પાસેનું ગેરકાયદેસર કોમ્પ્લેક્ષને મહેસાણા પાલિકાએ સિલ કર્યું છે. અગાઉ પાલિકાએ આ મામલે અનેકવાર નોટિસો આપી હતી, જે કોઇએ ન ગણકારતાં આખા કોમ્પ્લેક્ષને સિલ મારી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે પાંચ વર્ષ અગાઉ કરાયેલા ગેરકાયદેસર બાંધકામ પર પાલિકાએ કાર્યવાહી કરી છે.
