Gujarat

રામનવમી નિમિતે સાવરકુંડલા ભગવા રંગે રંગાયું. વિરાટ શોભાયાત્રાનો રૂટ જાહેર.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
આવતીકાલે સાવરકુંડલામાં પુરા ધામધૂમથી રામ નવમી ઉત્સવ ઉજવવામાં આવશે સાવરકુંડલા આખું ભગવા રંગે રંગાઇ ગયું છે ચારેકોર ધજા પતાકા તેમજ દુકાને દુકાને કેસરી ધજાઓ રામલલ્લાની તસ્વીર સાથે લગાવી દેવામાં આવી છે સમગ્ર રામ નવમી ઉત્સવ ઉજવવા સાવરકુંડલા શહેર થનગની રહ્યું છે કારણકે છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે એક પણ ઉત્સવ ઉજવાયો નહોતો ત્યારે સાવરકુંડલા શહેરની ઉત્સવ ઉજવણી કર્યા વગરની ભક્તજનો પોતપોતાના ઘર અને દુકાનની આસપાસ કેસરિયા રંગે રંગાઈ ગઈ છે. રામ નવમી ઉત્સવ સમિતિ કાર્યાલય ઉપરથી મળતી માહિતી મુજબ રામનવમી ઉત્સવની વિશાળ શોભાયાત્રા આવતીકાલે બપોરે ત્રણ વાગ્યે જેસર રોડ પર આવેલા સનાતન આશ્રમેથી નીકળશે અને તેમના રૂટની વાત કરવામાં આવે તો જેસર રોડથી શિવાજી નગર,આડી શેરી, આઝાદ ચોક, જુના બસ સ્ટેશન,રિદ્ધિ સિદ્ધિ ચોક, મણીભાઈ ચોક, હાથસણી રોડ જયશ્રી ટોકીઝથી દેવડા ગેટ થઈ રાઠોડના નાકા પાસેથી સંધિ ચોક અને ગાંધી ચોકથી કંસારા બજાર માથી પસાર થઈ આઝાદ ચોક થી આગળ રામજી મંદિર છે ત્યાં પૂર્ણતા પામશે જ્યા રામલલ્લાની આરતી કરવામાં આવશે અને ભક્તજનો આરતી લઈ પોતાના નિવાસસ્થાને જશે રામનવમી ઉત્સવ કાર્યાલય તરફથી મહેશ રાજગુરુ અને જીવનભાઈ વેકરીયા તરફથી મળી રહેલી માહિતી મુજબ સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારોમાં રામાયણના જીવંત પાત્રોના પ્લોટ ગોઠવવામાં આવ્યા છે જેમાં દેવળા ગેઇટ ,જયશ્રી ટોકીઝ,ગૌશાળા નજીક અને શિવાજી નગર ખાતે આ ફ્લોટ લોકોને જોવા મળશે આ અનોખી શોભાયાત્રામાં આવતા રૂટમાં પાણી છાશ અને શરબતની અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે વાહનોની વાત કરવામાં આવે તો ૧૫ ઉપરાંત ટ્રેક્ટર રામલલ્લાનો એક ભવ્ય રથ અને ૧૫ અશ્વ અસવાર આ રથયાત્રામાં શોભામાં અભિવૃદ્ધિ કરશે આ રામલલ્લા ની શોભાયાત્રામાં સંતોના રૂડા આશીર્વાદ પ્રાપ્ત થનાર છે જેમાં સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ ના પૂજ્ય ભક્તિરામબાપુ  કબીર ટેકરી આશ્રમના નારણદાસબાપુ. કુંડલપુર હનુમાનથી કરસનગીરીબાપુ અને ઘનશ્યામદાસબાપુ સહિતના સંતોના આશીર્વાદ અને ઉપસ્થિતિ રહેશે છેલ્લા દસ દિવસથી સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારમાં વિશેષ શણગારો કરાઈ રહ્યા છે રાત્રી લાઇટિંગ પણ આકર્ષક રીતે ગોઠવવામાં આવ્યું છે ડીજેના તાલે ઢોલના તાલે અને બેન્ડ પાર્ટીના તાલે સ્વયંભૂ સાવરકુંડલા રામમયબની કેસરિયા રંગે રંગાઈ જશે. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવરકુંડલા પોલીસે બે દિવસ પહેલાં શાંતિ સમિતિની બેઠક બોલાવી અને તમામ જ્ઞાતિના આગેવાનોને સૂચનાઓ આપેલી છે જેના પગલે પોલીસ પણ આ શોભાયાત્રામાં શાંતિ જાળવવાના પ્રયાસ અને સુરક્ષાના પ્રયાસરૂપે સાથે રહેશે. તમામ જ્ઞાતિના આગેવાનો પોલીસ અને સંતોની પણ અપીલને વિનંતી છે કે શાંતિમય રીતે શ્રદ્ધાથી રામનવમીનો ઉત્સવ ઉજવવામાં સૌનો સહકાર આપે.

Screenshot_20220409-150925_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *