માય શાનેન્ સ્કૂલ ની વિદ્યાર્થીની ચૌહાણ કૃપા એવોર્ડ તેમજ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યુ અને શાળાનું ગૌરવ વધાર્યું હતું
છોટાદેપુર જિલ્લામાં માય શાનેન્ સ્કૂલ ની વિદ્યાર્થીની ચૌહાણ કૃપા અને એના માર્ગદર્શક અમારી શાળા ના શિક્ષક શ્રીમતી ઉજમાબેન ખત્રીને એવોર્ડ તેમજ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યુ હતુ છોટાઉદેપુર મુકામે જિલ્લા ક્ક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન સેમીનાર ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યુ હતું હતું.આ વિજ્ઞાન સેમીનારનું આયોજન ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા કરવામાં આવ્યુ હતું . જેમાં બેઝીક સાયન્સ ફોર સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ : ચેલેન્જીસ એન્ડ પ્રોસપેકટસ ના મુદ્દા પર જિલ્લાની વિવિધ શાળાઓએ પોતાનું ટોપર પ્રેસેન્ટેશન તેમજ વક્તવ્ય રજુ કર્યુ હતું . જેમાં માય શાનેન્ સ્કૂલ , બોડેલી દ્વારા પણ ભાગ લઈ પોતાનુ પ્રેસેન્ટેશન બતાવ્યુ હતું . જેમા આખા જિલ્લામાં માય શાનેન્ સ્કૂલ , બોડેલી પ્રથમ ક્રમે આવ્યુ હતુ . આ સેમીનાર ના કોર્ડીનેટર તરીકે ઈન્દ્રસિંહ રાઠોડ સર , ઉત્થાન કોમ્યુનીટી સેન્ટર છોટાઉદેપુર કન્વીનર શ્રી હીતેશભાઈ ચૌહાણ , જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ક્રિષ્નાબેન પંચાણી તથા કન્વીનરશ્રીની ઉપસ્થિતીમાં માય શાનેન્ સ્કૂલ ની વિદ્યાર્થીની ચૌહાણ કૃપા અને એના માર્ગદર્શક અમારી શાળા ના શિક્ષક શ્રીમતી ઉજમાબેન ખત્રીને એવોર્ડ તેમજ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યુ હતુ . તેમજ શાળાના ટ્રસ્ટી તથા આચાર્ય દ્વારા તેઓને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યુ હતુ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


