રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 75મી પુણ્યતિથિ નિમિત્તે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ મેઘાણી-પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો.જેમાં ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પીનાકી મેઘાણી,લોક ગાયક અભેસિંહ રાઠોડ,રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર,ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાના ચેરમેન ગોવિંદસિંહ ડાભી,રાણપુર PSI એસ.એચ.ભટ્ટ,સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,રાણપુરના આગેવાન નરેન્દ્રભાઈ દવે સહીતના આગેવાનો હાજર રહી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


