Gujarat

રૂપાલના વરદાયિની માતાજી મંદિરના નવનિર્મિત સુવર્ણજડિત ગર્ભગૃહ અને મુખ્યદ્વાર અમિત શાહના હસ્તે ખુલ્લા મૂકાયા

ગાંધીનગર
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર તાલુકાના રૂપાલ ખાતે નવરાત્રીના બીજા નોરતે વિશ્વ પ્રસિદ્ધ વરદાયિની માતાજીના મંદિરે શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા.બીજા નોરતે માતા બ્રહ્મચારીણીના આરાધનાના દિવસે માં વરદાયિનીના દર્શન અને સ્વર્ણ જડીત ગર્ભગૃહ દ્વાર ખુલ્લા મુકવાનો અવસર મળવા બદલ ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શાહે વરદાયિની માતાજીના મંદિરમાં નવનિર્મિત સ્વર્ણજડિત ગર્ભગૃહ અને મુખ્ય દ્વાર પણ લોકાર્થે ખુલ્લા મુક્યા હતા. આ સ્વર્ણજડિત ગર્ભગૃહ માટે રૂપાલના વતની બળદેવભાઇ જાેઈતારામ પટેલે સોનાનું દાન કર્યું હતું.અત્રે સર્વવિદિત છે કે રૂપાલ ખાતેના વરદાયિની માતાજી મંદિર સાથે લાખો કરોડો લોકોની આસ્થા જાેડાયેલી છે. નવરાત્રિના પાવન પર્વના બીજા નોરતે માતા બ્રહ્મચારીણીના આરાધનાના દિવસે માં વરદાયિનીના દર્શન અને સ્વર્ણજડિત ગર્ભગૃહ દ્વાર ખુલ્લા મુકવાનો અવસર મળવા બદલ શાહે ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી. આ વર્ષના જુલાઈ માસમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અમિત શાહના પ્રયાસોથી રૂપાલ સ્થિત વરદાયની માતાના મંદિરનો કેન્દ્ર સરકારની “પ્રસાદમ’ યોજનામાં સમાવેશ કરાયો હતો. ભક્તિ અને આસ્થાના આ કેન્દ્રનું ભારતના નકશા પર પોતાનું આગવું સ્થાન સુનિશ્ચિત થાય તેવા સંનિષ્ઠ સંયુક્ત પ્રયાસો કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકાર દ્વારા થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આ પ્રયાસો દેશની સંસ્કૃતિ, વારસો અને પરંપરાના જતન તથા સંવર્ધન માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના પ્રભારી ડૉ. હર્ષદ પટેલ, જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલ પટેલ, જિલ્લાના પ્રવાસી પ્રભારી સર્વે રાજેશ ચૌધરી, જિલ્લા તેમજ તાલુકા ભાજપના પદાધિકારીઓ, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, સ્થાનિક પંચાયતના હોદેદારો, કાર્યકર્તાઓ અને ભાવિક ભકતો ઉપસ્થિત રહ્યા હતા.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *