સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ગાંધી વિચારસરણી અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલતી આ સંસ્થામાં મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે અઠવાડિક કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. જેમાં સોમવારે ગાંધી વિચાર વિમર્શ, મંગળવારે ગાંધીજી વિશે ઉપર નિબંધ સ્પર્ધા, બુધવારે ચિત્ર સ્પર્ધા, ગુરૂવારના રોજ વકૃત્વ સ્પર્ધા, શુક્રવારના રોજ ગાંધી જીવન ચરિત્ર પર આધારિત ગાંધી પ્રદર્શન અને શનિવારના રોજ આજુબાજુના પાંચ ગામમાં સફાઈ અભિયાન અંતર્ગત વિદ્યાર્થી ભાઇઓ બહેનો અને શિક્ષકો દ્વારા સફાઈ કાર્યક્રમનું આયોજન થયું હતું ૨,જી ઓક્ટોબર અને રવિવારના રોજ આ સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને ગાંધી પારિતોષિક અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામા આવ્યા હતા. આમ આ સમગ્ર અઠવાડિયા દરમ્યાન વિચારસરણીની ઝાંખી કરાવતા કાર્યક્રમોની ભવ્ય ઉજવણી થઇ હતી. સૌ વિદ્યાર્થીઓ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને ગાંધી મૂલ્યો અને જીવનમાં તેનાં મહત્વ વિશે સમજ્યા હતા. સમગ્ર અઠવાડિક કાર્યક્રમના કેન્દ્રમાં પૂ. મોહનદાસ કરમચંદ અને તેમની જીવનશૈલી રહ્યા હતા. લોક વિદ્યા મંદિર અને નિવાસી અંધ વિધાલયના સૌ શિક્ષકો ભાઈઓ બહેનોની મહેનતથી બધાજ કાર્યક્રમો સફળ રહ્યા હતા.
