શ્રી એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ. જે અન્વયે શ્રી જે.પી.મેવાડા ઇન્ચા.પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે ઘોઘાદેવ ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કિ.રૂ.૧,૩૩,૪૫૨/- તથા મોટરસાયકલની કિ.રૂ.૫૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૮૮,૭૫૨/- નો મુદામાલ ઝડપી પાડી ઝોઝ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.કબ્જે કરવામાં આવેલ મુદામાલ ૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નં.૪૩૨ કિ.રૂ. ૧૩૩,૪૫૨/-(૨) બજાજ પલ્સર મોટરસાયકલ રજી.નં. GJ-16-CK-319 કિ.રૂ. ૫૫,૦૦૦/-કુલ કિ.રૂ.૧,૮૮,૭૫૨/-
લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘોઘાદેવ ગામેથી કિ.રૂ.૧,૩૩,૪૫૨/- ના ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


