Gujarat

જેસર રોડ ગુરુકુળમાં યોજાયો પોક્સો એક્ટ જાગૃતિ અભિયાન. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરની ખ્યાતનામ જેસરરોડ ગુરુકુળની શાળામાં ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શન મુજબ સ્થાનિક ન્યાયાલય સાવરકુંડલાના માધ્યમથી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને સમાજમાં થતા ડર અનિચ્છનીય બનાવો જાતિય શોષણ સંદર્ભે પોક્સો એક્ટ અંતર્ગત શિબિર યોજવામાં આવેલ જેમાં જાણીતા સાવરકુંડલા શહેરના ધારાશાસ્ત્રી શ્રી અમિતભાઈ તેમજ ન્યાયમંદિરના કર્મચારી શ્રી શિવરાજ સિંહજી દ્વારા આયોજન કરવામાં આવેલ શાળાના આચાર્યશ્રી વ્યાસ સાહેબ દ્વારા આવેલ ધારાશાસ્ત્રીનું શિક્ષાપત્રી તેમજ બોલપેન આપીને બહુમાન કરવામાં આવેલ શાળાના કર્મચારીગણમાં કૌશિકગીરી ગોસ્વામીએ આભારવિધિ કરેલ તમામ કર્મચારી ગણ તથા વિદ્યાર્થીઓએ ખૂબ જ ધ્યાનપૂર્વક માહિતી ગ્રહણ કરી પોકસો એક્ટથી માહિતગાર થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *