Gujarat

લોકલ ક્રામઇ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા અપહરણ તેમજ ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનાના કામના આરોપીને પાસા હેઠળ અટકાયત કરવામાં આવ્યો  

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે છોટાઉદેપુર જિલ્લમાં ઝઘડો તકરાર કરી જાહેર સુલેહશાન્તિનો ભંગ કરતા હોય અને સમાજમાં અશાન્તી ઉભી કરે અને અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેવા માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપારની કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ
આ કામના સામાવાળા વિપુલભાઇ નગરસીંગભાઇ રાઠવા રહે.બોડેલી ટાઉન કુબેર નગર, તા.બોડેલી જી.છોટાઉદેપુર નાની વિરૂદ્ધમાં (૧) પાનવડ પો.સ્ટે. ફસ્ટ પાર્ટ ગુ.ર.નં. ૦૩/૨૦૧૮ ઇ.પી.કો ૩૬૩, ૩૬૬ ૩૭૬ (૨) (N) તથા પોકસો એકટ ૪, ૬ મુજબ તથા (૨) છોટાઉદેપુર પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં.૦૫૫૭/૨૧ આર્મ એકટ ૨૫ (એ-૧) મુજબ તથા (૩) પાનવડ પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૦૨૩૮/૨૧ આર્મ એકટ ૨૫ (૧-બી) એ મુજબના ગુના નોંધાયેલ હતા જે સબંધે સામાવાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ જેથી જીલ્લા મેજીસ્ટ્રેટ  છોટાઉદેપુર નાઓ દ્વારા સામાવાળાની પાસા દરખાસ્ત મંજુર કરતા  એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ દ્રારા સામાવાળાને આજરોજ પાસા હેઠળ અટકાયત કરી “ જુનાગઢ ” જેલ ખાતે મોકલી આપેલ છે….
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220323-200043_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *