Gujarat

લોજીસ્ટીક ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલોપ પાછળ વર્ષે સાડા સાત લાખ કરોડનો ખર્ચ કરાશે ઃ મનસુખ માંડવિયા

અમદાવાદ
આખા વિશ્વની અંદર કોરોના મહામારીની ફસ્ટ, સેકેન્ડ-થર્ડ વેવની અંદર દુનિયાની ઇકોનોમિક પડી ભાંગી છે. માઇનસ ગ્રોથ શરૂ થયા પરંતુ ભારતમાં નથી થયું. ભારતમાં આજે પણ ૬.૩૮ ટકા મોંધવારી છે. અમેરિકામાં ૪૦ ટકા મોંઘવારી છે. યુરોપ- અમેરિકાની અંદર ડેવલોપમેન્ટ ગ્રોથ નેગેટિવ છે પરંતુ આપણા દેશમાં આટલુ નુકશાન નથી થયું. આજે આપણો દેશ કોરોનાની ત્રીજી લહેરમાં બચી ગયો છે. ભારતમાં પહેલો ડોઝ ૯૬ ટકા લોકોને લગાવવામાં આવ્યો છે, અને બીજાે ડોઝ ૭૭ ટકા લગાવવામાં આવ્યો છે જે બીજા દેશોની તુલામાં ઘણો વઘારે છે. આપણે ગતી શક્તિના માધ્યમથી દેશમાં લોજીસ્ટીક કોસ્ટ ઘટાડી દેશના ઉદ્યોગને પ્રગતી આપવાનું પ્લાનિંગ કર્યુ છે, સામાન્ય લોકોનું જીવનઘોરણ સુઘારવા આ બજેટમાં પ્લાનિગં કરવામાં આવ્યું છે. લોન્ગ ટર્મ માટે પીએલઆઈ સ્કીમ (પ્રોડકટ લીંક ઇન્સેટીવ) નું બજેટમાં સમાવેશ કર્યું છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ બજેટમાં ભારત આર્ત્મનિભર બનવા તરફ આગળ વધે તે રીતે બજેટમાં ધ્યાન આપવામાં આવ્યું છે. નવા ઉદ્યોગો કરવા આપણી પાસે મેપીંગ હોવું જાેઇએ જેના માટે સરકારી જમીન કયા છે, પડતર જમીન કયા છે, કયા રાજયમાં કેટલી જમીન પડી છે, કયા-કયા ઉદ્યોગ માટે જમીનનો ઉપયોગ થઇ શકે તેની માહિતી માટે લેન્ડ બેન્ક બનાવવા આવશે. ડેટા સેન્ટર એનર્જી સ્ટોરેજ સીસ્ટમ ને ઇન્ફાસ્ટ્રકટરનો દરજ્જાે બજેટમાં આપવામાં આવ્યો છે. કેમકે ડેટા વર્તમાન સમયની માંગ છે. આ અંગે વિસ્તુત માહિતી આપી હતી. આ સાથે બજેટમાં કઇ ઇન્ડસ્ટ્રી કયા હોવી જાેઇએ એના માટે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનું ગઠન કરવામાં આવ્યું છે જેનો ફાયદો દેશને મળશે. દેશમાં ડિફેન્સ સ્ટાર્ટપને મહત્વ આપવામાં આવી રહ્યું છે ડિફેન્સ કોરિડોરના માધ્યમથી સરંક્ષણના સાધનોને ગતી આપવાનું આયોજન બજેટમાં કરવામાં આવ્યું છે. વર્તમાન સમયની માંગને ધ્યાને રાખી ડિજિટલ યુગમાં ડિજિટલ યુનિવર્સિટી બનાવવા ભાર મુક્યો છે. નેશનલ ટેલી મેડિસીન ઇ-સંજીવની પ્લેટફોર્મ અંગે બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ટેલી મેડિસીનથી નાના મથકે ઉપસ્થિત તપાસ કરી રહેલા ડૉકટર અને મુખ્ય મથક હાજર ડૉકટર ઇ-સંજીવની પ્લેટફોર્મથી જાેડાશે અને દર્દીને ત્યાથી મોટા ડૉટકરની સલાહ મળી જશે. મેન્ટલ હેલ્થના દર્દીઓને કેવી રીતે સારવાર આપી શકાય તે માટે બેંગ્લોરમા નિમહાન્સ કરીને માનસિક રોગ માટે સારવાર કરનારી મોટી સંસ્થા છે જેને માનસિક રોગ સામેની એઇમ્સ કહી શકાય તેના દરેક રાજયમાં સેન્ટર ઉભા કરી મેન્ટલ હેલ્થને એડ્રેસ કરવા માટે પ્લાનિગ બજેટમાં કરવામાં આવ્યું છે.કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ગુજરાત પ્રવાસે આવ્યાં છે. તેમણે ભાજપ કાર્યાલય ખાતે પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટમાં આગામી ૨૫ વર્ષનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ બજેટ સર્વસમાવેશ છે બધી જ્ઞાતી,જાતિ,વર્ગ સમુદાય ને ઉપયોગી બજેટ છે. મેન્ટલ હેલ્થ, ડિજિટલ કરન્સી, ઇન્ફ્રાસ્ટ્રકચર, ક્લાઇમેન્ટ ચેન્જ, પ્રાઇવેટ એન્ડ પબ્લીક ઇન્વેસ્ટમેન્ટ તેમજ ગતિશક્તિની અંદર રોડ, રેલ્વે, એરપોર્ટ, સી પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન, અને લોજીસ્ટીક ઇન્ફાસ્ટ્રકચર પર સરકારે ભાર મુક્યો છે જેનાથી દેશને કેવીરીતે ફાયદો મળશે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ગતીશક્તિના માધ્યમથી લોજીસ્ટીક ઇન્ફાસ્ટ્રકચર ડેવલોપ કરવા સાડા સાત લાખ કરોડનો ખર્ચ પ્રતિ વર્ષ કરવાનું નક્કી કર્યુ છે.

Union-Minister-Mansukh-Mandvia.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *