મહિલા અને બાળક પર આજે દીપડા નો હુમલો થતા લોકો ભયભીત
૨ દિવસ પહેલા આ જ ગામ માં એક બાળકી નો કર્યો હતો શિકાર
ગ્રામજનો એ હોબાળો કરી જુનાગઢ સાસણ હાઈવે કર્યો ચક્કાજામ
કોંગ્રેસી ધારાસભ્ય એ રૂબરૂ મુલાકાત લઇ સમગ્ર મામલો થાળે પાડ્યો..
જુનાગઢ પંથક માં રોજ બરોજ વન્ય પ્રાણીઓ દ્વારા રંજાડ ના સમાચાર મળી રહ્યા છે. વંથલી ના સોનારડી ગામે ૨ દીવસ પહેલા ૭ વર્ષ ની બાળકી નો દીપડાએ શિકાર કરી મોત નીપજાવેલ હતું. ત્યારે ફરી આજે આ જ ગામ માં સવારે એક મહિલા અને બાળક પર તેના જ ઘર માં દીપડો ઘુસી હુમલો કરતા લોકો ભયભીત બન્યા હતા. વારંવાર રજૂઆત છતાં વનવિભાગ ની નિષ્ક્રિયતા થી લોકો રોષે ભરાઈ આજે સવારે જુનાગઢ સાસણ હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ત્યારે આ વિસ્તાર નાં કોંગ્રેસી ધારાસભ્ય અરવિંદ લાડાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનસુખ પાડલીયા, કોંગ્રેસી આગેવાન મુકેશ ચૌહાણ, રમેશ વાણવી, અજય વાણવી એ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી લોકો ને સમજાવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. દીપડાનો ભય એટલી હદે પેસી ગયો છે કે સોનારડી માં આવેલી પ્રાથમિક શાળા માં દરવાજા બંધ કરી બાળકો ને અભ્યાસ કરાવવા શિક્ષકો પણ મજબુર બન્યા છે. આ સમાચાર લખાઈ રહ્યા હતા ત્યારે જ બાજુના ધણફૂલીયા ગામે દીપડા એ સીમ વિસ્તાર માં દેવરાજ કરમટા નામના માલધારીની ગાયનો શિકાર કરી મોત નીપજાવેલ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સોનારડી ગામ ના સરપંચ દ્વારા અવાર નવાર રજૂઆત કરવા છતાં વન વિભાગ આ હુમલાઓને રોકી શકવામાં નિષ્ફળ નીવડ્યું છે. ત્યારે આજે સરપંચ દ્વારા રહેઠાણ વિસ્તાર ની આસપાસ નાં ગાંડા બાવળો સાફ કરવા જુંબેશ હાથ ધરી છે.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી


