Gujarat

વડોદરાના સેજપુરામાં પાણી ભરાતા હોસ્પિટલ ન પહોંચી શકતા કિશોરીનું મોત

વડોદરા
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સેજપુર ગામમાં રહેતી અને ધોરણ-૧૦માં અભ્યાસ કરતી રેણુકા મહેન્દ્રભાઇ વસાવા બે દિવસથી બીમાર હતી. બીમારી દરમિયાન તેને ઉલટીઓ શરૂ થતાં, પરિવાર તેણે રિક્ષામાં કારવણ ગામ સ્થિત સરકારી દવાખાને લઇ જવા માટે નીકળ્યા હતા. પરંતુ, ડભોઇ તાલુકામાં થયેલા ભારે વરસાદના કારણે ચારેકોર પાણી ભરાઇ ગયા હોવાથી રસ્તાઓ પણ બંધ હતા. પરિવાર બીમાર રેણુકાને છત્રાલ ગામ થઇને કારવણ જવાનો વિચાર કર્યો હતો. પરંતુ, છત્રાલ ગામના માર્ગો ઉપર પાણી હોવાના કારણે પરિવારને બીમાર દીકરીને મંડાળા ગામ જવાના રસ્તાએથી કારવણ જવા નીકળ્યા હતા. પરંતુ, પરિવાર રેણુકાને કારવણ હોસ્પિટલ સુધી પહોંચાડે તે પહેલાં રસ્તામાં જ તેનું મોત થયું હતું. પરંતુ, પરિવાર કારવણ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ રેણુકાની તપાસ કરતાની સાથે જ તબીબોએ રેણુકાને મૃત જાહેર કરતા પરિવાર સ્તબ્ધ બની ગયું હતું. રેણુકાનું મોત થતાં પરિવારના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. રિક્ષામાં કારવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જતી વખતે જ રસ્તામાં જ રેણુકાએ જીવ છોડી દીધો હતો. હોસ્પિટલમાં ગયા બાદ તબીબોએ રેણુકાને મૃત જાહેર કરતા પરિવાર એમ્બ્યુલન્સમાં દીકરીના મૃતદેહને લઇ ખાનપુરાના રસ્તા ઉપરથી પોતાના ગામ સેજપુરા આવવા નીકળી ગયા હતા. પરંતુ, તાલુકામાં થયેલા ભારે વરસાદને કારણે ખાનપુર ગામના રસ્તા ધોવાઇ ગયા હતા. રસ્તો ધોવાઇ જવાના કારણે રસ્તો તૂટી જતાં એમ્બ્યુલન્સ ચાલકે મૃતદેહને લઇ સેજપુરા ગામ સુધી પહોંચાડવાની હિંમત કરી ન હતી. એમ્બ્યુલન્સ ચાલકે તૂટેલો રોડ ક્રોસ કરીને આગળ જવાનો ઇન્કાર કરી દેતા પરિવાર મૂંઝવણમાં મુકાઇ ગયો હતો. દરમિયાન, રેણુકાના પિતા ન હોવાથી રેણુકાને હોસ્પિટલમાં લઈ ગયેલા અને હોસ્પિટલમાંથી મૃતદેહ લઇને પરત ફરેલા મામાએ સેજપુરા ગામમાં ફોન કરીને બીજા વાહનની વ્યવસ્થા કરી હતી. જાેકે, ગામમાંથી આવેલી ઇકો કારના ચાલકે પણ તૂટેલા રસ્તો પાર કરવાની હિંમત કરી ન હતી. જેથી મામા પોતાની ભાણીના મૃતદેહને પોતાના હાથથી ઉંચકી રોડ ઉપરથી પસાર થઇ રહેલા ઘૂઘવાટા મારતા પાણી પાર કરીને બીજી મંગાવેલી કાર સુધી પહોંચ્યા હતા અને બીજી આવેલી કારમાં મૃતદેહને લઇ સેજપુરા ગામ પહોંચી રેણુકાની અંતિમ વિધીની કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઇ તાલુકામાં થયેલો ભારે વરસાદ ભલે ધરતીપુત્રો માટે સોના સમાન પુરવાર થયો હોય, પરંતુ, સેજપુરા ગામના વસાવા પરિવાર માટે ભારે વરસાદ આફતનો વરસાદ પુરવાર થયો હતો. ચારે કોર ભરાયેલા પાણીના કારણે સમયસર સારવારના અભાવે ધોરણ-૧૦ની વિદ્યાર્થિનીને પોતાનો જીવ ખોવાનો વખત આવ્યો છે, ત્યારે દરેક ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાની ગુલબાંગો હાંકતી સરકારે હવે આ કિસ્સા ઉપરથી આંખ ખોલવાની જરૂર છે. ગામ લોકો દ્વારા દીકરીના પરિવારને સરકાર દ્વારા મદદ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે.વડોદરાના ડભોઇ તાલુકામાં અનરાધાર વરસેલો વરસાદ સેજપુરા ગામના આદિવાસી પરિવાર માટે આફતનો વરસાદ પુરવાર થયો છે. ચારેકોર ભરાયેલા પાણીના કારણે ૧૬ વર્ષની બીમાર કિશોરીને સમયસર સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડી ન શકતા મોતને ભેટી હતી. એ તો ઠીક ચારેકોર ભરાયેલા પાણીના કારણે મૃતદેહને પણ પોતાના ગામ સુધી લઇ જવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મામાને પોતાનો જીવ જાેખમમાં મૂકી પોતાની ભાણીના મૃતદેહને ઉંચકીને ઘૂઘવાટા મારતા વહેતા પાણી પાર કરીને ગામમાં જવાની ફરજ પડી હતી.

File-02-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *