Gujarat

વડોદરાના હરણી ભીડભંજન હનુમાનજીને એક બટન દબાવી તેલ ચઢાવી શકાશે

વડોદરા
હરણી ભીડભંજન હનુમાનજી મંદિરના મહંત હર્ષદગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, દર શનિવાર-મંગળવાર અને તહેવારોના દિવસે હજારો ભક્તો હનુમાનજીના દર્શને આવે છે. ભક્તો દાદાને તેલ ચઢાવી નારિયેળ પણ ધરાવે છે. જાેકે કોરોના મહામારીમાં લોકો હનુમાનદાદાને સોશિયલ ડિસ્ટન્સ રાખી તેલ ચઢાવી શકે તે માટે ઓટોમેટિક સિસ્ટમ ડેવલપ કરાઈ છે. જેમાં ભક્તો બટન દબાવતાં જ હનુમાનદાદાની મૂર્તિ પર તેલ ચઢશે. ભક્તોને મંદિર પરીસરમાં ગાઈડલાઈનનું પાલન અપીલ કરાય છે. હરણી ભીડભંડન હનુમાન મંદિરમાં કોવિડ મહામારી પહેલા દર શનિવારે ૮ થી ૧૦ હજાર ભક્તો દર્શનાર્થે આવતા હતા. પરંતું કોવિડમાં દર શનિવારે ૧ હજારથી વધુ ભક્તો દિવસ દરમિયાન દર્શનાર્થે આવે છે. દરેક ભક્તો હનુમાનજીને તેલ અવશ્ય ચઢાવે છે. મંદિર પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, ભક્તો મશીન થકી રૂા.૫, ૧૦, ૨૦ અને ૫૦નું તેલ ચઢાવી શકશે. મહત્વની વાત એ છે કે, મશીનમાં ભક્તો રૂા.૫નું બટન દબાવશે તો ઓમનો મંત્ર બોલાશે અને ભગવાન પર તેલ ચઢશે, આ રીતે રૂા.૧૦નું બટન દબાવતા ઓમ શ્રીનો મંત્ર વાગશે, રૂા.૨૦નું બટન દબાવતા ઓમ શ્રી હનુમંતે નમઃ મંત્ર વાગશે અને રૂા.૫૦નું બટન દબાવતા ઓમ શ્રી હનુમંતે નમઃ મંત્ર બે વાર બોલાશે અને તેલ ભગવાન પર ચઢશે.કોરોનાના સંકટમાં હરણી ભીડભંજન હનુમાનજીને હવે તેલ ચઢાવવામાં કોરોનાનું સંકટ નહીં નડે. ભક્તો માત્ર એક બટન દબાવીને સોશિયલ ડિસ્ટન્સ જાળવી હનુમાનજીને તેલ ચઢાવી શકશે. બટન દબાવતાં જ જ્યાંથી તેલ ચઢતું હશે ત્યાં લાઈટ થશે અને સાથે મંત્ર વાગશે. મંદિર પરિવાર દ્વારા ભક્તો એકબીજાના સંપર્કમાં આવ્યા વગર માત્ર બટન દબાવી તેલ ચઢાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

The-deer-crowd-can-be-oiled-by-pressing-a-button.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *