વડોદરા
વાઘોડિયા તાલુકાના નુરપુરી ગામના રહેવાસી રાહુલ વિજય બારીયાએ પોતાના ઉપયોગ માટે ખરીદ કરેલી ઇકો ગાડી ભાડે લઈ ફેરવવા અંગે વાઘોડિયા રોડના શ્રીજી ધામ સોસાયટીના વિરલ અરવિંદ પટેલ અને સૂર્ય નગર સોસાયટીના દિવ્યરાજ વિજયસિંહ ચૌહાણ દ્વારા માગવામાં આવી હતી અને એક મહિનાનું ભાડું ૨૦,૦૦૦ નક્કી કર્યું હતું .તે બાદ એક મહિનાનું રૂપિયા ૧૭૦૦૦ ભાડું આપવાનું નક્કી થયું હતું. દરમિયાન વિરલ પટેલ અને દિવ્યરાજ ચૌહાણે નુરપુરી ગામના રાહુલ બારીયાને વિશ્વાસ રાખી એક મહિના સુધી ભાડું ચૂકવ્યું નહીં અને ઈકોગાડી બારોબાર વેચી દીધી હોય અથવા કોઈ જગ્યાએ ગીરવે મૂકી છેતરપિંડી કરી હતી. જેથી બનાવ અંગે રાહુલભાઈએ પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિરલ અરવિંદ પટેલ અને દિવ્યરાજ વિજયસિંહ ચૌહાણ વિરુદ્ધ છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી શ્રીજી ધામ અને સૂર્ય નગર સોસાયટીમાં રહેતા બે વ્યક્તિએ ઇકો ગાડી ભાડે લેવાના બહાને બારોબાર વેચી દીધી હોય અથવા ગીરવે મૂકી વાઘોડિયા તાલુકાના નુરપુરી ગામના રહેવાસી સાથે રૂ.૧૭,૦૦૦ની ઠગાઇ કર્યાંની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે બંને ભોજબાજ વિરુદ્ધ છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.
