Gujarat

વડોદરામાં પુત્રએ માતા અને બહેનને ચપ્પુથી હુમલો કરવાનો વિડીયો વાયરલ થયો

વડોદરા
વડોદરા શહેરના ખટંબા ખાતે આવેલા ક્રિષ્ના દર્શન વિલામાં રહેતા ૪૮ વર્ષીય શૈની એલેક્સ અબ્રાહમ મલઇકને સંતાનમાં બેન નામનો ૨૪ વર્ષીય દીકરો અને તેનાથી નાની બેટ્ટી નામની ૨૧ વર્ષીય દીકરી છે. મહિલાનો દીકરો બેન ખાનગી યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, જ્યારે દીકરી બેટ્ટી ખાનગી યુનિવર્સિટીમાં બી.ફાર્મમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મહિલાના પતિ થર્ડ આય પ્રોટેક્શન નામની ફર્મમાં પેકેજિંગ મટીરિયલ સપ્લાયનો ધંધો કરે છે. માતાની ફરિયાદ મુજબ, ૧૮ જૂને તેમનો દીકરો બેન ગુસ્સામાં હોય એવું લાગ્યું હતું. ઘરમાં નાણાકીય સંકળામણના લીધે દીકરો બેન માનસિક તણાવમાં આવતાં તે માતા પર અચાનક ગુસ્સામાં આવીને જાેરથી બોલવા લાગ્યો હતો. દીકરાને ગુસ્સો કરતાં જાેઈને માતાએ તેને સમજાવ્યો હતો, પરંતુ તેણે ગુસ્સો કરવાનું ઓછું ન કરતાં માતાએ પોતાની દીકરીને ફોન કરીને ઘરે બોલાવી હતી. માતાનો ફોન આવતાં જ દીકરી ફટાફટ ઘરે આવીને બહારથી જ પોતાના ભાઈને ગુસ્સો ન કરવા સમજાવી રહી હતી. દરમિયાન ભાઈએ પોતાની બહેન ઉપર ગુસ્સો કરી ઘરની સામે રોડ પર સૂવડાવીને શાક સમારવાના ચપ્પુ વડે તેના પેટ અને પગમાં ઉપરાછાપરી ૧૧ ઘા મારી દેતાં તે ચીસો પાડવા લાગી હતી. દરમિયાન માતા દીકરીને છોડાવવા જતાં દીકરાએ તેમના જમણા હાથની કોણી પર ચપ્પુના ઘા મારી ઇજા પહોંચાડી હતી અને તેણે ઘરમાં કાચ તોડી નાખ્યા હતા. દીકરી અને માતાએ ચીસો પાડતાં પાડોશીઓ દોડી આવ્યા હતા. તેમણે દીકરાના હુમલામાંથી માતા અને દીકરીને છોડાવી બંનેને ૧૦૮ મારફત સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. ઇજાગ્રસ્ત માતા-પુત્રીને સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા અપાતાં પોતાના વતન દમણ જતા રહ્યા છે. યુવકે શાકભાજીના ચપ્પુ વડે બહેનના પેટ અને પગના ભાગે ૧૪થી ૧૫ મિમી ઊંડા ઘા માર્યા હતા. સામાન્ય સંજાેગોમાં પોલીસ આ પ્રકારની ઘટનામાં હત્યાની કોશિશનો ગુનો દાખલ કરતી હોય છે. જાેકે, આ કેસમાં આઈપીસી ૩૨૩ અને ૩૨૬ એટલે કે હથિયાર વડે ઈજા પહોંચાડવી કે મારામારી કરવીનો ગુનો દાખલ થયો છે.વડોદરાના ખટંબામાં ઘરમાં આર્થિક સંકડામણને કારણે ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરનાર યુવકે પોતાની માતા અને બહેન પર ચપ્પુ વડે હુમલો કરી અસંખ્ય ઘા મારી દીધા હતા. માતા-બહેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં બહેનને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારતો ભાઈનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો યુવક ગુસ્સામાં ઘરના કાચ તોડતો પણ દેખાય છે અને તે એટલી હદે નફટાઈ પર ઊતરી આવ્યો હતો કે વીડિયો ઉતારી રહેલા લોકોને અભદ્ર ઇશારા પણ કરે છે.

The-brother-inflicted-11-blows-on-the-sister.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *