વડોદરા
વડોદરા શહેર અને જિલ્લામાં ૧૧,૩૭૨ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૨૫.૮૬ ટકા પોઝિટિવિટી રેટ સાથે ૨૯૪૧ કેસ નોંધાયા હતા. ઉલ્લેખનિય છે કે, ૯ જાન્યુઆરીએ કોરોનાનો પોઝિટિવીટી રેટ ૩.૯૬ ટકા હતો, જે ૧૧ દિવસ બાદ ૨૧ જાન્યુઆરીએ ૬ ગણો વધીને ૨૫.૮૬ ટકા ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં ૧૩,૨૪૩ એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી ૧૨,૯૯૭ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે ૨૪૬ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ૧૪ દર્દીઓ વેન્ટિલેટર પર, ૩૩ દર્દીઓ આઇસીયુમાં અને ૮૬ દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં ૧૨,૩૭૬ દર્દીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં શુક્રવારે ફતેપુરા, બાપોદ, કિશનવાડી, માંજલપુર, સવાદ, છાણી, ગોત્રી, સુદામાપુરી, વાઘોડિયા, બાપોદ, ગાજરાવાડી, હરણી, જેતલપુર, દિવાળીપુરા, અકોટા, તાંદલજા, એકતાનગર, વડસર, આજવા રોડ, સમા અને લક્ષ્મીપુરા રોડ વિસ્તારમાં નવા કેસો નોંધાયા છે. વડોદરામાં શુક્રવારે ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં ૪૫૦, પશ્ચિમ ઝોનમાં ૭૮૭, ઉત્તર ઝોનમાં ૫૭૬ અને દક્ષિણ ઝોનમાં ૭૧૯ કેસ નોંધાયા હતા. આમ કોરોનાનું સંક્રમણ સમગ્ર શહેરમાં ફેલાઇ ગયું છે. બીજી તરફ વડોદરા રૂરલમાં ૪૦૯ કેસ નોંધાયા હતા.વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના નવા ૨૯૪૧ કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા ૯૨,૩૮૧ ઉપર પહોંચી ગઇ છે. શુક્રવારે વધુ ૧૨૩૧ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૭૮,૫૧૨ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૬ દર્દીના મોત થયા છે. વડોદરા શહેરના પશ્ચિમ અને દક્ષિણ ઝોન હોટસ્પોટ બન્યા છે. શુક્રવારે પશ્ચિમ ઝોનમાં ૭૮૭ અને દક્ષિણ ઝોનમાં ૭૧૯ કેસ નોંધાયા હતા.
