ભરૂચ
ભરૂચ જિલ્લામાં શુક્રવારે કોરોનાના નવા ૪૧૨ કેસ નોંધાયા હતા. તો ૧૨૦ લોકોને રજા અપાતા અત્યાર સુધીમાં ૧૪૪૯ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જિલ્લામાં ત્રીજી લહેરમાં અત્યાર સુધી કુલ ૧૫૩૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સરકારી ચોપડે સત્તાવાર ત્રણ મોત થયા છે. રાજ્યમાં કોરોનાના કેસો વધતા સરકાર ચિંતીત છે. વાતનો અંદાજાે આપતો વધુ એક ર્નિણય ગુરૂવારે લેવામાં આવ્યો હતો. અગાઉ રાજ્યમાં ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં હતો. હવે ભરૂચ અંકલેશ્વર સહિત ૧૦ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. વ્યપારીક ગતીવિધી રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ કરાશે તેમ જાહેરનામામાં જણાવાયું છે. તેની સાથે લગ્ન અને અંતિમવીધી માટે લોકોની સંખ્યા નિયત કરી દેવામાં આવી છે. ૨૯ જાન્યુઆરી સુધી આ નવા નિયમો લાગુ રહેશે. ત્યાર બાદ સરકાર સ્થિતીને ધ્યાને રાખીને નવા નિયમો જાહેર કરી શકે તેમ છે. કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને તમામે કોવિડ ગાઇડલાઇનનું ફરજીયાત પાલન કરવું જાેઇએ.


