Gujarat

વડોદરામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ માલનો જથ્થો જપ્ત કરાયો

વડોદરા
વડોદરાના એરપોર્ટ સર્કલ પાસે આવેલા મિલન પાર્ટી પ્લોટ ભાડે રાખી ‘ઓન્લી ઓરીજનલ’ નામથી કપડાનો સેલ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં લીવાઇસ કંપનીના અલગ-અલગ સાઇઝ તથા કલરના ડુપ્લિકેટ જીન્સ, કોટન પેન્ટ, શર્ટ, જેકેટ, શુઝ, સ્લીપર સહિતની ડુપ્લિકેટ વસ્તુઓ ૪૦ ટકાથી ૮૦ ટકા ડિસ્કાઉન્ટની લોભામણી જાહેરાત કરી વેચવામાં આવતા હતાં. જેથી લીવાઇસના ઓથોરાઇઝ્‌ડ એક્ઝિક્યુવિ દ્વારા શહેરના સમા પોલીસ સ્ટેશનના કાફલાને સાથે રાખી અહીં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં કંપનીના નામે વેચાતી વસ્તુઓનું ચેકિંગ કરતા તે ડુપ્લિકેટ જણાયા હતા. જેથી ૫ લાખ ૭૪ હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. આ મામલે સેલ ચલાવનાર મિલન મહેન્દ્રભાઇ વૈધ (રહે. ફ્લેટ નં. ૧૦. બી. વિંગ, આનંદ સરોવર, સી.એચ.એસ.લી. કો.હા.સોસાયટી, ક્રિષ્ના ટાઉનશીપ, વસઇ, મુંબઇ) અને હર્સલ બીપીનભાઇ આશર (રહે. સાધના કોલોની પંપ હાઉસ રોડ, જામનગર) ની સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી છે.વડોદરા શહેરમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ જીન્સ, કોટન પેન્ટ, શર્ટ, જેકેટ, શુઝ અને સ્લીપર સહિતની વસ્તુઓ વેચતા ૪૦થી ૮૦ ટકા સેલના નામે વેચાતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં ૫ લાખ ૭૪ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Duplicate-jeans-shirts-and-shoes-worth-Rs-5.74-lakh-seized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *