વડોદરા
વડોદરાના છાણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન એક ટ્રાવેરા કાર (જીજે ૦૬ એએક્ષ ૬૦૦૩) રસ્તા પર વાંચી ચૂંકી હંકારવામાં આવી રહી હતી. જેથી પોલીસે કારને અટકાવી તપાસ કરતા કારની ડ્રાઇવર સીટ પર બેસેલા શખ્સ ભુપેન્દ્ર નટવરભાઇ સોલંકી દારૂ પીધેલો જણાયો હતો. દરમિયાન કારમાં બેઠેલા અન્ય ત્રણ લોકો પણ શંકાસ્પદ જણાતા તેમની તપાસ કરતા તેઓના મોઢામાંથી પણ દારૂની વાસ આવતી હતી. જેથી પોલીસે ત્રણેય શખ્સ રાજેન્દ્રશાહુ લક્ષ્મીશાહુ, ત્રિલોચન ગંગાધર જૈના, કાન્હુરાઉત મકંદુમરાઉતની પણ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે કાર જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પીધેલા પકડાયેલામાં રાજેન્દ્રશાહુ, ત્રિલોચન અને કાન્હુરાઉત મૂળ ઓરસ્સાના રહેવાસી છે.


