વડોદરા
વડોદરાના જુદાજુદા વિસ્તારોમાં પ્રખ્યાત એવી ઠાકુર સાડીના સ્ટોર્સ ધરાવતા મનોજભાઇ ગોવિંદભાઇ સાધનાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, અમારા પરિવારના સભ્યો શહેરના અલગ-અલગ વિસ્તારમાં ઠાકુર સાડી નામથી દુકાન ચલાવે છે. મારી દુકાન માંડવી ઘડિયાળી પોળ ખાતે આવેલી છે. ૧૧ જુલાઇના જ હું મારી દુકાને હાજર હતો ત્યારે વોટ્સએપ ઓડિયો કોલ આવ્યો હતો કે, તુ મીક્કી છે ને? મને ૧૧ કરોડ રૂપિયા જાેઇએ અને તું ૧૧ કરોડ નહીં આપે તો તારી છાતી ઉપર બંદુકની ગોળીઓ મારી જાનથી મારી નાખીશ અને તારા ફેમિલીમાંથી પણ કોઇને જીવતો બચવા નહીં દઉ. હું અનિલ ઉર્ફે એન્થોની બોલું છું. તારે પોલીસ સ્ટેશનમાં જે લખાવવું હોય તે લખાવી દેજે, હું પોલીસથી ડરતો નથી. હું નકલીનોટના કેસમાં વડોદરાની પુજા હોટલમાંથી ભાગેલો છું અને તે કેસમાં મારી પત્ની અને મારો છોકરો જેલમાં છે તેમને છોડાવવા પચાસ લાખ ખર્ચો થશે. મારો કેસ પતાવવા પચાવ લાખ તથા મારુ દાજીનગરમાં ઘરમાં બને છે તે બનાવવા પચાસ લાખ થશે. આ બધું પુરુ કરી મારે ભારત છોડી વિદેશ જવાનું હોવાથી તેનો ખર્ચો થશે. જેથી તું ૧૧ કરોડ રૂપિયા પહોંચાડી દે. હું ગરીબ માણસ છું અને સાડીનો વેપાર કરું છું. આટલા બધા રૂપિયા મારી પાસે નથી. તો સામેથી ધમકી આપનારે જણાવ્યું કે, તું ફોર્ચ્યુનર ગાડી લઇને ફરે છે તારી કીડની અને લીવર ખરાબ થઇ જાય તો તું પૈસા ના ખર્ચે? તે પૈસા મને આપ. જેથી વેપારી મનોજભાઇએ કહ્યું- મારુ લીવર કીડની ફેઇલ થશે તો હું મરી જઇશ પણ ખર્ચો કરી શકું નહીં. જેથી ધમકી આપનારે જણાવ્યું કે, મુકેશ હરજાણી મને ૨૦૧૩થી મારી નાખવાની ધમકી આપતો હતો તેને મેં જ ગોળી મારી, મારી નાખ્યો છે તેની તેને ખબર છે? અને જાે તારી પાસે મને આપવા પૈસા ન હોય તો તારે મહાકાલ પાસે જવું જ પડશે. હું મારી રીતે તને પતાવી દેવાની તૈયારી કરુ છું. તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. થોડીવાર બાદ એ જ મોબાઇલ પરથી ફરી વેપારી મનોજભાઇને વીડિયો કોલ આવ્યો હતો. જેમાં ધમકી આપનારે સિલ્વર અને બ્લેક કલરની બે બંદુકો બતાવી ૧૧ કરોડ રૂપિયા નહીં આપે તો આ બંદુકોથી જાનથી મારી નાખીશ. તારી છોકરી કઇ સ્કૂલમાં ભણવા જાય છે તે મને ખબર છે તેને ઉઠાવી લઇશ અને તારા પરિવારમાં બધાને પુરા કરી દઇશ. વીડિયો કોલ દરમિયાન ધમકી આપનારને ચહેરો દેખાઇ ગયો હતો અને મનોજભાઇ તેને ઓળખી ગયા હતા. કારમાં બેસી ધમકી આપનાર આ શખ્સ રવિ બિમનદાસ દેવજાની (રહે. દાજીનગર, વારસિયા રીંગ રોડ, વડોદરા) હતો. મનોજભાઇએ તેને વારસિયામાં આવેલ સમાજના મંદિરમાં તેને જાેયો હતો. જ્યાર બાદ ફરી એક વખત રવિ દેવજાનીએ એ જ નંબરથી ઓડિયો કોલ કરી ૧૧ કરોડની ખંડણી માંગી હતી. મનોજભાઇએ ઘરે પહોંચી પિતા અને પિતરાઇ ભાઇઓને ધમકી અંગે વાત કરી હતી. જેથી તેમણે પણ કહ્યું કે આ જ નંબર પરથી તેમને પણ ૧૧ કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હોવાના કોલ આવ્યા હતા. જ્યાર બાદ પણ આ જ નંબર પરથી ફોન આવ્યો હતો પણ તેમણે કોલ રિસિવ કર્યો ન હતો. ૧૨ જુલાઇના રોજ ફરીથી એ જ મોબાઇલ નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. જેથી મનોજભાઇએ બીજા ફોનથી રેકોર્ડિંગ ચાલુ કરી સમગ્ર વાતને રેકોર્ડ કરી લીધી હતી. જેમાં રવિએ ધમકી આપી હતી કે તારા પિતા અને ભાઇઓ ફોન નથી ઉપાડતા તું એમને ફોન ઉપાડવા કહી દે. સાથે જ તેણે તેમને ગોળી મારી હત્યા કરવાની ધમકી આપી માંડવાલી કરવા રૂપિયા પાંચ કરોડની ખંડણી માંગી હતી. જાે આ રૂપિયા નહીં આપે તો પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ મામલે સાડીના વેપારી મનોજભાઇએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ખંડણી અને હત્યાની ધમકી મામલે ફરિયાદ નોંધાવી છે. કે શાર્પ શૂટર એન્થોનીને છોટાઉદેપુર પોલીસ ગત મે મહિનામાં સારવાર માટે વડોદરા લઇ આવી હતી. જ્યાંથી સયાજીગંજની પૂજા હોટલમાંથી એન્થોની પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. એન્થોની આટલા મહિના બાદ પણ પોલીસને હાથ લાગ્યો નથી. ત્યારે હવે તેના નામે ખંડણી માંગવામાં આવી છે.શહેરના વિવિધ વિસ્તારમાં ઠાકુર સાડી નામથી અનેક સ્ટોર ધરાવતા સાધનાની પરિવારને વોટ્સએપ કોલ કરી ફરાર શાર્પ શૂટર એન્થોનીના નામે ૧૧ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. એન્થોનીના નામે આ ખંડણી વારસિયામાં રહેતા રવિ બીજનદાસ દેવજાની નામના શખ્શે માંગી હોવાનું બહાર આવ્યું છે.

