Gujarat

વડોદરામાં ૫ લાખનો દારૂ ભરેલો ટેમ્પો ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

વડોદરા
વડોદરામાં દારૂડિયા પકડાવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હવે શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે નેશનલ હાઇવે પર તરસાલી ચોકડી પાસે સિદ્‌ઘેશ્વર હિલ એપાર્ટમેન્ટ પાસે રોડની સાઇડમાં પાર્ક ટેમ્પોમાં તપાસ કરી હતી. જેમાં કોઇ ચાલક મળી આવ્યો ન હતો. પરંતુ ટેમ્પોમાં રહેલ રબરની સીટોના માલને ખસેડતા તેમાંથી ઇંગ્લિશ દારૂની ૨૨૦૮ બોટલ મળી આવી હતી. જેની કિંમત ૫ લાખ ૮ હજાર ૮૦૦ આંકવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર પાસિંગના ટેમ્પો એમએચ ૦૪ ડીકે ૧૮૬૭ તેમજ દારૂ સહિત કુલ ૬ લાખ ૮૮ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આ ટેમ્પો કોણ મુકી ગયું તે દિશામાં તપાસ હાથધરી છે.વડોદરા શહેરના તરસાલી ચોકડી પાસે નેશનલ હાઇવે પરથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રોડની સાઇડમાં પાર્ક ટેમ્પોમાંથી રબરની સીટોની આડમાં લાવવામાં આવેલો ૫ લાખનો દારૂ જપ્ત કર્યો છે.

Tempo-filled-with-liquor-worth-Rs-5-lakh-was-speeded-by-the-crime-branch.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *