Gujarat

વડોદરામાં ૬ વર્ષના બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરનારની અટકાયત

વડોદરા
વડોદરાના આજવા રોડ પર આવેલા એકતાનગરમાં રહેતા પ્રફૂલ ઉર્ફ કારીયો સોલંકીએ ૬ વર્ષના બાળકને ઇંડુ બતાવવાની લાલચ આપી પોતાના ઘરમાં લઇ ગયો હતો અને તેની સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. પ્રફૂલ દ્વારા આચરવામાં આવેલા કૃત્યથી ગભરાઈ ગયેલા બાળકે ઘરે આવી પોતાની માતાને વાત કરતા તે ચોંકી ઉઠી હતી અને બાપોદ પોલીસ મથકમાં જઇ પ્રફૂલ ઉર્ફ કારીયા સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી છે. આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડે તે પહેલાં બાપોદ પોલીસે બાળક સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરનાર આરોપીની અટકાયત કરી લીધી હતી. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી હતી. આ આરોપીએ અગાઉ પણ આવું કૃત્ય આચર્યું છે કે કેમ ? તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન આ બનાવમાં ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.વડોદરાના આજવા રોડ એકતાનગરમાં સગીર બાળકને ઇંડુ બતાવવાના પોતાના ઘરમાં લઇ જઇ સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરનાર યુવાન સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. બાપોદ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *