Gujarat

વન રક્ષક અને વનપાલની માંગણીઓનો સ્વીકાર કરવામાં નહી આવે તો આગામી ૨૯મીની અચોક્કસ મુદતની હડતાલની ચીમકી સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું,

છોટાઉદેપુર જિલ્લા યુનિટના વન વિભાગમાં ફરજ બજાવતા વન રક્ષક અને વનપાલ દ્વારા અચોક્કસ મુદતની હડતાળનાં અલ્ટીમેટમ સાથે નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળના નેજા હેઠળ છોટાઉદેપુર જિલ્લા યુનિટના વન વિભાગમાં ફરજ બજાવતા વન રક્ષક અને વનપાલ નોકરી વિષયક તેઓની નવ જેટલાં પ્રશ્નો બાબતે નાયબ વન સંરક્ષકને આવેદપત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી.ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળ દ્વારા છેલ્લા બે વર્ષમાં ઘણી વખત વન વિભાગ અને સરકારને વખતો વખત રજૂઆતો કરી માંગણીઓ કરવામાં આવેલ છે. પરંતુ નવ જેટલી માગણીઓની આજદિન સુધી નિરાકરણ ન આવતા તેઓની માગણી બાબતે આવેદનપત્ર આપી નાયબ વન સંરક્ષકને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા અનુસાર ૧. વન રક્ષક વર્ગ ત્રણને ૨૮૦૦ ગ્રેડ પે આપવા ૨. વનપાલ વર્ગ ૩ ને ૪૨૦૦ ગ્રેડ પે આપવા ૩. જાહેર રજા ના દિવસોમાં બજાવેલ ફરજનો પગાર
આપવા બાબત ૪. ભરતી બરતીનો રેશિયો ૧:૩ કરવા ૫. સમયસર બઢતી આપવા ૬. વન રકોની નવી ભરતી શ્રી કર્મચારીઓ માંગણીઓનું આજ દિન સુધી નિરાકરણ… પરથી ચાર્જનું ભારણ ઓછું કરવા ૭. ડ્રેસ આર્ટીકલ આપવા ૮. સમયસર ખાતાકીય પરીક્ષાઓ યોજવી ૯. ફરજમાં વધારાનું ચાર્જનું ચાર્જ એલાઉન્સ આપવાની માંગ કરવામાં આવેલ છે. આ સાથે તાજેતરમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પોલીસના કર્મચારીઓના ભથ્થા અને અન્ય એલાઉન્સમાં વધારો કરેલ છે.
વન વિભાગના કર્મચારીઓમાં પણ પોતાના પ્રશ્નો અને વિવિધ માંગણીઓ બાબતે કોઈ નિરાકણ નહીં આવતા ભારે રોષ વર્તાઈ રહયો છે. તેમજ રાજ્યના દરેક જિલ્લાના વન રક્ષક વનપાલ પોતાના હક માટે ગાંધીજીના માર્ગે ચોક્ક્સ મુક્તની હડતાળ કરવા પણ તૈયાર છે. અને પરિણામ નહીં મળે તો સમગ્ર રાજ્યના તમામ વનરક્ષકો અને વનપાલો આવનાર તારીખ ૨૯-૮ થી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી રહ્યા હોવાનું પણ અલ્ટીમેટમ આપવામાં આવ્યું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220824_001504.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *