વલસાડ
વલસાડથી પ્રિતેશ પટેલ (ઉ.વ.૩૯), વારીજ પારેખ (ઉ.વ. ૨૮), નવસારીથી નેહાલિ પારેખ (ઉ.વ.૨૭) અને ભરૂચથી જાગ્રત વ્યાસ (ઉ.વ.૨૮) એ ભાગ લીધો હતો.મનાલી ખાતે આવેલા૫૨૮૯ મીટરની ઉંચાઇના શિખર ફ્રેન્ડશિપ પીકનું આરોહણ કરવાનું પ્રયોજન હતું પરંતુ મનાલી ખાતે સતત વરસાદ અને ખરાબ હવામાન હોવાથી એ શિખર પર જઈ શકાય એમ ન હોવાથી હિમાચલની બીજી તરફ આવેલા લાહુલ વેલી જ્યાં હવામાન એકંદરે સારુ હોવાથી ત્યાં આવેલા માઉન્ટ યુનામ નામના શિખર (૬૧૨૬ મીટર) ઉપર આરોહણ કરવાનું નકકી કરવામાં આવ્યુ હતું. વિષમ પરિસ્થિતિ અને ખુબ જ ઓછા પ્રાણવાયુના પ્રમાણના કારણે આ શિખર સર કરવું કઠિન હતું પરંતુ કહેવાય છે ને કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આખરે તા. ૧૬ જુલાઈના તિરંગા સાથે વલસાડ નેચર ક્લબનો ઝંડો પણ લહેરાવવામાં આવ્યો હતો. આ આરોહણનું આયોજન ટ્રેક એન્ડ રાઇડ ઇન્ડિયા તેમજ નેચર ક્લબ વલસાડના સંયુક્તપણે કરવામાં આવ્યું હતું અને જેમાં ફક્ત ૪ ગુજરાતી યુવક યુવતિએ જ ભાગ લીધો હતો. જેમાંથી વારીજ પારેખ અને જાગ્રત વ્યાસ ઇજનેર છે અને ૨૦૨૧માં એવરેસ્ટ બેઝ કેમ્પનો ટ્રેક કરી ચુક્યા છે અને નેહાલિ પારેખ આંખના ચિકિત્સક છે. પ્રિતેશ પટેલ નેચર ક્લબ વલસાડના પ્રમુખ અને પ્રકૃતિવિદ તેમજ પર્વતારોહક પણ છે. કુલ ૪માંથી પ્રિતેશ પટેલ અને જાગ્રત વ્યાસ આ શિખર સફળતા પુર્વક સર કરી શક્યા હતા. વારીજ પારેખ તેમજ નેહાલિ પારેખ તબિયત ખરાબ થવાના કારણે ૧૮૦૦૦ ફુટ પરથી પરત ફર્યા હતાં.આ પર્વતહોરણ ખૂબ જાેખમી હતું જેને સર કરવા વલસાડના પર્વતહોરક પ્રીતેશ પટેલ અને ટીમના સભ્યોએ ખૂબ મેહનત કરી હતીવલસાડના એક સાહસિક યુવક અને તેના સાથી યુવાન સાથે હિમાચલ પ્રદેશના લાહુલ વેલીમાં સ્થિત માઉન્ટ યુનામનું શિખરની ટોચે પહોંચી ભારતીય તિરંગો લહેરાવી અનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી વલસાડનું ગૌરવ વધાર્યું છે.આ શિખર ૨૦ હજાર ફુટ એટલે કે ૬૧૨૬ મીટર ઉંચાઇ ધરાવે છે.જેને સર કરવા વલસાડ સહિત ૪ યુવાનો પહોંચ્યા હતા.

