Gujarat

વાલિયા-અંકલેશ્વર માર્ગ પર બે અકસ્માતમાં બે લોકોને ઈજા

ભરૂચ
વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર આવેલી સી.એમ.એકેડેમી સ્કૂલ નજીક સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલા કન્ટેનર નંબર-એન.એલ.૦૧.એ.બી.૯૪૧૦ના ચાલકે હાઇવા ટ્રકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. હાઈવા ટ્રક નંબર-જી.જે.૧૬.એ.વી.૫૦૫૦નો ચાલાક વાલિયા તરફથી અંકલેશ્વર ખાતે જઈ રહ્યો હતો. આ અકસ્માતમાં કન્ટેનરના ચાલકને ઈજાઓ પહોંચી હતી. જેને રાહદારીઓએ તાત્કાલિક ૧૦૮ સેવાની મદદ વડે અંકલેશ્વરની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અકસ્માતમાં હાઇવા ટ્રકની ડીઝલ ટેન્ક તૂટીને સાઈડમાં પડી હતી. અકસ્માતને પગલે માર્ગ પર ભારે ટ્રાફિકજામ સર્જાયું હતું. અકસ્માત અંગેની જાણ વાલિયા પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. આ ઉપરાત અન્ય અકસ્માત વટારીયા નજીક આવેલી યુપીએલ યુનિવર્સિટી કોલેજ પાસે સર્જાયો હતો. જેમાં ભાવનગર ખાતે આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા શબ્બીર અલી કાજી ટ્રક નંબર-જી.જે.૦૩.એ.ઝેડ.૦૩૧૩ લઈ મહારાષ્ટ્રથી ટ્રકમાં પાઉડર ભરી ભાવનગર ખાતે જઈ રહ્યો હતો તે વેળા ટ્રકનો ગુટખો તૂટી પડતા ટ્રક નાળા પરથી નીચે ખાબક્યો હતો. જેથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર અકસ્માતની બે ઘટના બની હતી. જેમાં સી.એમ.એકેડેમી સ્કૂલ નજીક હાઇવા અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોને ઈજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય અકસ્માતમાં યુપીએલ યુનિવર્સિટી કોલેજ પાસે એક ટ્રક નાળા નીચે ખાબકી હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. જાેકે, આ અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને પોલીસે આવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *