જામકંડોરણા સહિત ભારતભર હિન્દુ સમાજના તહેવારોની શૃંખલાનો પ્રારંભ થયો છે . ત્યારે જામકંડોરણા તાલુકામાં સોમવારના રોજથી ગણેશ મહોત્સવની શરૂઆત થતાની સાથે લોકોમાં નવા ઉત્સાહ અને ઉમંગનો સંચાર થયો છે . જામકંડોરણા ના જુદા જુદા યુવક મંડળો તરફથી ગણેશ ઉત્સવ ની અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી . આ ગણેશ મહોત્સવ ના પાવન અવસરે જામકંડોરણા ના ખોડીયાર ગ્રુપ આયોજિત ખોડીયાર ચોક ખાતે શ્રી ગણેશ મહારાજ ની કલાત્મક પ્રતિમાઓનું શાસ્ત્રોકત વિધિથી સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારે ખોડીયાર ચોક ખાતે સવાર સાંજે મહાઆરતી માં લોકો ની ખાસ્સી ભીડ જોવા મળી રહી છે ત્યારે જામકંડોરણા તાલુકાના મામલતદાર શ્રી કે.બી. સાંગાણી તથા તાલુકા પંચાયત કચેરી ના તાલુકા વિકાસ અધિકારીશ્રી બગથરીયભાઈ ખોડીયાર ચોક ખાતે સાંજ ની દુંદાળા દેવની મહાઆરતી નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી
અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા


