આગામી તારીખ 20 જુલાઈના રોજ પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં કમાન્ડીગ ઓફિસરશ્રી, ૬૨૫ ગરુડ ફલાઇટ, એરફોર્સ સ્ટેશન, જામનગર દ્વારા ફાયરીંગ પ્રેકટીસ હાથ ધરવામાં આવનાર છે. આ ઉપરાંત આસિસ્ટન્ટ કમાન્ડન્ટશ્રી, સી.આઇ.એસ.એફ.યુનિટ,ન્યારા એનર્જી લિમિટેડ, વાડીનાર દ્વારા પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરિંગ રેન્જમાં આગામી તારીખ ૨૬, ૨૭, ૨૮ જુલાઈના રોજ ફાયરિંગ પ્રેક્ટિસ હાથ ધરવામાં આવનાર હોય, તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, જામનગર દ્વારા આ જાહેરનામું બહાર પાડી આ દિવસો દરમિયાન જાહેર જનતાને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
