વીરપુરમાં ગોબર ઉપાડવાના પ્રશ્ન પરિણીતા ઉપર શખ્સ હુમલો કરી માર માર્યો હુમલાખોર શખ્સ છેલ્લા ત્રણ માસથી પજવણી કરતો હોવાના આક્ષેપ સાથે પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી .
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વીરપુરમાં રહેતા કોમલબેન દિનેશભાઈ ઠુંગા નામની ૨૭ વર્ષની પરણીતા પોતાના ઘરે હતી ત્યારે લાલા બટુકભાઈ મેવાડા નામના શખ્સ ઝઘડો કરી ઢીકા પાટુનો
માર માર્યો હતો પરિણીતાને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરિણીતાની પ્રાથમિક પૂછપરછમાં તેણીના પતિને કેન્સરની બીમારી છે અને તેણીને સંતાનમાં બે પુત્ર છે હુમલાખોર લાલા મેવાડાને પણ ત્રણ સંતાનો છે તેમ છતાં છેલ્લા ત્રણ માસથી પજવણી કરે છે અને અંતે ગોબર ઉપાડવાના પ્રશ્ને ઝઘડો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે આ બનાવ અંગે વીરપુર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
